૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ૩૧ ડિસેમ્બર ની ઉજવણીને લઈને વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. હાલ લગભગ દરેક શહેરના નાકે પોલીસનો કાફલો દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોથી દારૂ પાર્ટી પકડાઈ ચૂકી છે, ત્યારે હવે પોલીસની નજર હોટલ અને ફાર્મ હાઉસિસમાં ચાલતી પાર્ટીઓ પર છે. ત્યારે અમદાવાદ પોલીસી ડ્રાઈવ દરમિયાન રાજસ્થાનથી આવી રહેલી બસમાં દારૂ પકડાયો હતો. ૩૧ ડિસેમ્બર પહેલા પોલીસે બૂટલેગરો પર લાલ આંખ કરી છે. પોલીસની મેગા ડ્રાઈવ કવાયત શરૂ થઈ છે.
જેમાં આજે અમદાવાદ પોલીસે રાજસ્થાનથી આવી રહેલ બસનું ચેકિંગ હાથ ધરતા તેમાંથી ૫ બોટલ દારૂ પકડાઈ હતી. આ બસ રાજસ્થાન-એમપીથી આવી રહી હતી. બસમાં બેસેલા મુસાફર પાસેથી દારૂ મળી આવતા નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં પણ ચુસ્ત બંદોબસ્ત વડોદરામાં બંદોબસ્તને પગલે ૧૦૦૦ પોલીસ કર્મી શહેરના રસ્તાઓ પર તૈનાત રહેશે. બ્રેથ એનાલાઈઝરથી ચેકીગ કરી નશેબાજો સામે પોલીસ કાર્યવાહી કરશે. ડ્રીંક એન્ડ ડ્રાઈવ કરનારનું સઘન ચેકિંગ કરવામાં આવશે. સાયલન્સરમાં ભડાકા થાય તેવી બાઈક અને ચોક્કસ સમય સિવાય દારુખાનુ ફોડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. તાલુકા જિલ્લાના શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પોલીસ બાજ નજર રાખશે. ફૂડ હોમ ડીલવરી બોયના મોટા ઓર્ડરમાં પોલીસ પણ બાઈક પર સાથે જશે. તો બીજી તરફ, ૩૧મી ડિસેમ્બરના સેલિબ્રેશનનો લાભ લઈને શહેરમાં ફરતા રોમિયોને પકડવા મહિલા પોલીસ સાદા ગણવેશમાં ફરજ બજાવશે.