ફરી ગુજરાતની રાજધાની ઠુંઠવાઈ, ગાંધીનગર ૬.૮ સાથે સૌથી ઠંડુગાર

822

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ૧૦ શહેરોનું તાપમાન ૧૦ ડિગ્રી કે તેનાથી નીચે છે. જેમાં અમદાવાદ અને ડીસા ૮ ડિગ્રી છે. જ્યારે નલીયા ૭.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. ગુજરાતમાં હાડ ગાળતી ઠંડી પડી રહી છે.

અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું ૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રી ગગડીને ૨૬.૬ અને લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૯.૩ ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો ૯.૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થશે. કોલ્ડવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં ૮ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રી કે તેનાથી નીચે નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં ૭.૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું.

જ્યારે અન્ય શહેરોનું લઘુતમ તાપમાન ૧૧થી ૧૫ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. આગામી ત્રણ દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી સૌરાષ્ટ્ર-કચ્છ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Previous articleસુચારુ વહીવટ ભ્રષ્ટાચારના કારણે આજે મજાક બની ગયો છે : ગુજરાત વડી અદાલત
Next articleદેશ લૂંટનારાઓને ચોકીદારનો ડર લાગે છે : મોદી