દેશ લૂંટનારાઓને ચોકીદારનો ડર લાગે છે : મોદી

606

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકારને એક વર્ષ પુરું થતા ધર્મશાળામાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વડાપ્રધાને અલગ અલગ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન વડાપ્રધાને રેલીને સંબોધિત કરતા કહ્યું કે, હિમાચલ આવીને મને એવું લાગે છે કે હું મારા ઘરે આવ્યો છું.

હિમાચલમાં જેની સાથે અમે કામ કર્યું છે તે આજે પહેલી પંક્તિના નેતા છે. હિમાચલમાં સંગઠન માટે ખુબ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, જે લોકોને લૂંટવાની આદત હતી, તેમને આજે દેશના ચોકીદારથી ડર લાગવા લાગ્યો છે અને તેઓ હાલ ગાળો બોલવામાં લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હિમાચલ પ્રદેશને નકાર્યું છે.

જ્યારે દિલ્હીમાં ડરાવવાળી સરકાર હતી, ત્યારે હિમાચલને ૨૧ હજાર કરોડ રૂપિયા મળતા હતા. હવે કેન્દ્ર સરકાર ૭૨ હજાર કરોડ રૂપિયા મળી રહ્યા છે. લોકોની આંખોમાં ધૂળ નાખવી કોંગ્રેસની આદત બની ગઇ છે.

એક સમયે કોંગ્રેસ વન રેંક વન પેન્શનના નામે દેશના જવાનોને મુર્ખ બનાવવાનું કામ કરતી હતી, જ્યારે તેજ કામ આજે કોંગ્રેસ દેશના ખેડૂતોની સાથે કરી રહી છે. પહેલા કોંગ્રેસે જવાનો સામે જુઠ્ઠું બોલી અને હવે ખેડૂતો સામે બોલી રહી છે.

તેમણે કહ્યું કે, દેશના પૂર્વ સૈનિકો છેલ્લા ૪૦ વર્ષથી વન રેંક, વન પેંશનની માંગ કરી રહ્યા છે. ગત સરકારે તેના માટે માત્ર ૫૦૦ કરોડ રૂપિયાની વહેંચણી કરી. પરંતુ જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે અમે વન રેંક વન પેંશનની યોજનાને ફરીથી ચાલું કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, પહાડનું પાણી પણ હિમાચલના ઉપયોગમાં આવી રહ્યું છે અને પહાડની જવાની પણ અહીંના વિકાસ માટે કામ આવશે, તેના માટે સરકાર ઘણા મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશ અને અટલ બિહારી બાજપેયીજીનો અટૂટ સંબંધ રહ્યો છે. હિમાચલ પ્રદેશના વિકાસની ઇંટ રાખવાનું કામ અટલજીની સરકારે કર્યું હતું.

તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં બીજેપી સરકારે એક વર્ષમાં વિકાસના કામો માટે અર્થાંગ પ્રયાસ કરવામાં આવ્યા છે. તેના માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને તેમની ટીમને શુભેચ્છાપ

તેમણે કહ્યું કે, હિમાચલ દેવી અને દેવતાઓની ભૂમિ દેવભૂમિ છે. અહીંના દરેક ગામ દેવી-દેવતાઓનું પોતાનું ગામ છે. હિમાચલ દેવભૂમિ હોવાની સાથે વીરોની ભૂમિ પણ કહેવાય છે, અહીં શાંતિની કુખથી વીરતા પૈદા થાય છે જે પોતાનામાં અક્ષુણ્ણ હોય છે.

Previous articleફરી ગુજરાતની રાજધાની ઠુંઠવાઈ, ગાંધીનગર ૬.૮ સાથે સૌથી ઠંડુગાર
Next articleરામ મંદિર ના બને ત્યાં સુધી રામલલાને પીએમ આવાસમાં ઘર આપોઃ ભાજપ સાંસદ