મુંબઈમાં ચેમ્બુરના બહુમાળી સરગમ એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ઈમારતના ૧૪માં માળે આગ લાગી છે. આગના કારણે ઘણા પરિવારો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની સાત ગાડીઓ પહોંચી ગઈ છે. આ આગમાં કોઈ જાનહાની થવા પામી નથી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં ચોથો મેજર આગ લાગવાનો બનાવ બન્યો છે.