૭ કરોડના ખર્ચે બની રહેલ સાયકોલોન સેન્ટરના કામમાં લોટ પાણીને લાકડા !

742

જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે રૂા. ૭ કરોડના ખર્ચે બની રહેલ ગામની સુરક્ષા બાબતે સાયકોલોન સેન્ટરમાં લોટ પાણી અને લાકડા પહેલા વરસાદે જ  જનતાના પરસેવાના રૂપિયા ગયા પાણીમાં ભારો ભાર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા છગનભાઈ સાથે ગ્રામજનોની આંદોલનની ચિમકી.

જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે ચોમાસામાં પુર અતિ વૃષ્ટી કે વાવાઝોડાથી રક્ષણ બાબતે રાજય સરકાર દ્વારા મંજુર થયેલ રૂા. ૭ કરોડના ખર્ચે સાયકોલોન સેન્ટરના પ્લીંથી સુધી પહોંચેલ બાંધકામમાં લોટ પાણીને લાકડાનો પર્દાફાશ કરતા ગામ આગેવાનો અને જિલ્લા કલેકટરને કરી ધારદાર રજુઆત જેમાં સરકારી નિયમોની એસી તૈસી કરી જેમાં હાર્ડ મોરમના બદલે બાજુના ગૌચરણ જમીનમાંથી સાદી મોરમ નાખવામાં આવી રહી છે. આ કામમાં મજબુત માટી અને રેતી પણ માટી જેવી ખરાબ વાપરવામાં આવી રહી છે. અને ગ્રામજનો ગામ આગેવાનો છનગભાઈ બાંભણીયા, રામભાઈ, ભુરાભાઈ, દાદભાઈ મોહનભાઈ સહિત ગ્રામજનોએ આખા ગામના ગ્રામજનો સાથે રાખી તમામની સહીઓ સહિત જીલ્લા કલેકટરને ૭ કરોડના ખર્ચે બની રહેલ એક માત્ર સાયકોલોન સેન્ટરમાં નબળી થતી કામગીરીને અટકાવવા  રજુઆત કરેલ છે. જો દિવસ ૮માં નબળી કામગીરી થતી બંધ નહી થાય તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધા માર્ગ્થી જલદ આંદોલન કરવા પણ ચીમકી ઉચ્ચારી છે. તેમજ આવતા ચોમાસામાં પહેલા વરસાદે જ જનતાના પરસેવાના રૂપિયા ૭ કરોડ ગયા પાણીમાં સમજો તેમ જણાવેલ.

Previous articleત્રિપલ તલાક બિલ પાસ : સરકાર- વિપક્ષ આમને-સામને
Next articleશહિદ ઉધમસિંહને પુષ્પાંજલિ કાર્યક્રમ