ગારિયાધાર – પાલિતાણા રોડ કે જે ગારિયાધાર બસ સ્ટેન્ડથી પંચમુખી હનુમાનજી મંદીર સુધી ગારિયાધાર શહેર આ ગૌરવપંથ તરીકે ઓળખાય છે. હાલના દિવસોમાં તંત્ર દ્વારા ડામર પાથરી રસ્તો નવો બનાવવામાં આવ્યો છે. અને તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટો મુકી ઝળહળતો પણ કરવામાં આવ્યો છે. પરંતુ નવો રસ્તોબ ન્યો હોવાથી વાહનો આ રસ્તા પર પુરપાટ ઝડપે દોડતા હોય છે. વળી આ રસ્તાની આસપાસ ઘાંચીવાડ જૈન સોસા. વાલ્મનગર સહિતના શહેરના રહેણાંકી વિસ્તારોમાંથી નિકળતા વાહનો અચાનક જ રસ્તા પર આવતા છાશવારે નાના-મોટા અકસ્માતો થતા રહે છે.
જયારે ભુતકાળના દિવસોમાં આ રસ્તા પર રહીશ વિસ્તારોની શેરીનું જોડાણ હતુ તે તેમામ જગ્યા પર સ્પીડ બ્રેકરો હતા જેના કારણે અકસ્માતો ટળતા હતા પરંતુ નવા રસ્તાના નિર્માણમાં એકપણ સ્પીડ બ્રેકર ન હોવાથી હમણાના દિવસોમાં રોજબરોજ અકસ્માત જાણે સામાન્ય બની ગયા હોવાનું સ્થાનિક રહીશોની ફરિયાદ હતી જયારે આ મામલે તંત્ર વહેલી તકે જાગૃત થઈને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી છે.