રાણપુરના સ્વામિનારાયણ મંદીરનો ચોથો પાટોત્સવ ઉજવાયો

585

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પ્રમુખસ્વામી માર્ગ ઉપર ચાર વર્ષ પુર્વે બી.એ.પી.એસ.સંસ્થાનુ ભવ્ય શિખરબંધ મંદીરનુ નિર્માણ થયુ હતુ આ મંદીરને ચાર વર્ષ પુર્ણ થતા ચોથો પાટોત્સવ ઉજવાયો હતો આ પાટોત્સવ પ્રસંગે મહાપુજા યોજાઈ હતી જેમા મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપુજા કરી હતી સાથે અલગ અલગ વાનગીઓનો ભવ્ય અન્નકોટ કરવામાં આવ્યો હતો સાંજના સમયે જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે અન્નકોટની મહા આરતી ઉતારવામાં આવી હતી સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદીરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીની હાજરીમાં ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી આ પાટોત્સવમાં સાળંગપુરથી વિધ્વાન સંતો ખાસ હાજર રહ્યા હતા જેમા મુનીસેવા સ્વામી, બ્રમભુષણ સ્વામી, શ્વેતપ્રકાશ સ્વામી, વિનમ્રસેવા સ્વામી, ઉદારચરિત સ્વામી, પ્રયાગપુરૂષ સ્વાભી, પ્રિયકિર્તન સ્વામી રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ ભુપતભાઈ મકવાણા, રાજુભાઈ મકવાણા, વિશાલભાઈ મકવાણા, ગોવિંદસિંહ ડાભી, મહેશભાઈ વઢવાણા, મોહનભાઈ મકાણી સહીત મોટી સંખ્યામાં હરિભક્તોએ ચોથા પાટોત્સવનો લાભ લીધો હતો.

Previous articleવિદ્યાદીપ વિમા યોજના અંતર્ગત પચાસ હજારની સહાય અર્પણ
Next articleરાજુલાના ડુંગર રોડ ગેરકાયદે રહેણાંકી વિસ્તારમાં ચાલતી ઓઈલમીલ સામે રોષ