રાજુલાના ડુંગર રોડ ગેરકાયદે રહેણાંકી વિસ્તારમાં ચાલતી ઓઈલમીલ સામે રોષ

957

રાજુલાના ડુંગર રોડ પર ચાલતું ગેરકાયદે યદુનંદન ઓઈલ મીલનો પર્દાફાશ, કાયદાની એસીતેસી કરી સોસાયટીના પ્લોટોમાં ધમતુ ઓઈલ મીલ આ બાબતે સોસાયટીના પ્લોટ ધારકો દ્વારા પ્રાંત કચેરી, મામલતદારને રજુઆતો રૂબરૂ કરવા છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા અને ઓઈલ મીલ ધારકો દ્વારા ઉલ્ટાની ધાક ધમકીઓ શરૂ થતા સોસાયટીના પ્લોટ ધારકો કોર્ટના શરણે જવા ચક્રોગતિમાન કર્યા છે. વધુ વિગત જોઈએ તો આ રાજુલાના ડુંગર રોડ પર સોસાયટી વિસ્તાર નજીક વિદ્યાર્થીઓના ભવિષ્ય સમાન સરકારી આઈટીઆઈ પણ છે જે ઓઈલ મીલના પ્રદુષણની સીધી અસર આ વિદ્યાર્થીઓ પર પડે છે. તેમજ આ સોસાયટી માધવ પાર્ક રહેણાંક હેતુ માટે બિખેતી થયેલ સોસાયટી આવેલ છે. જેના જ પ્લોટ નં. ૬માં કેટલાક હીતેચ્છુ લોકો દ્વારા આ યદુનંદન ઓઈલ મીલ કોઈપણ પ્રકારની મંજુરી વગર છેલ્લા દોઢ વર્ષથી ચાલે છે અને સોસાયટીના પ્લોટ ધારકોએ પ્રાંત અધિકારી મામલતદાર વગેરે આ અંગે રજુઆત છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થઈ અને સરકારના તમામ કાયદા કાનુને નેવે મુકી યદુનંદન ઓઈલ મીલ ધારકો સાથે તંત્રની મીલી ભગતના એધાણ દેખાય રહ્યા હોય તેવું જોવા મળે છ ે. કારણ રાજયમંત્રી પ્રભારી આર.સી. ફળદુને પણ આ અંગે રજુઆત કરેલ તો પણ આજ સુધી કોઈ કાર્યવાહી તો ન થઈ પણ ઉલ્ટાની ધાક ધમકીઓ આપવી શરૂ થતા સોસાયટીના પ્લોટ ધારકો કોર્ટના શરણે જવા મજબુર થયા છે. ઓઈલ મીલના ઘોંઘાટ અને પ્રદુષણથી સોસાયટીમાં રહેવું કેમ તેમજ બાજુમાં આવેલ વીદ્યાર્થીઓની સરકારી આઈ.ટી. આઈ તેમજ છાત્રાલયના બાળકો તેમજ જેનું માધવ પાર્ક સોસાયટીના પ્લોટ ધારકો આ ગેરકાયદે ચાલતી યદુનંદન ઓઈલ મીલ કે જયા ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં હોવી જોોઈએ તે રહેણાંકી પ્લોટ વિસ્તારમાં હોય ત્યાં સુધી માધવ પાર્ક સોસાયટીના પ્લોટ ધારકો દહેશતમાં હોય ઉપરથી ધાક ધમકીઓ ? આ બાબતે જીલ્લા પંચાયત સભ્ય શુકલભાઈ બળદાણીયા દ્વારા સ્થાનિક લેવલેથી અમરેલી અને ગાંધીનગર સુધી રજુઆતો કરાઈ છે અને પ્લોટ ધારકોને ન્યાય આપો તેવી ગંભીરતાપુર્વક માંગ કરાઈ છે.

Previous articleરાણપુરના સ્વામિનારાયણ મંદીરનો ચોથો પાટોત્સવ ઉજવાયો
Next articleપાલિતાણામાં પૂ. અરવિંદસુરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા