આગામી તા. ૩૧ ડિસેમ્બરની ઉઝવણી નિમિત્તે જીલ્લાભરમાં દારૂ અંગે કડક હાથે પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે. જેના ભાગરૂપે મહુવામાં પણ દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ દ્વારા વિવિધ છ ટીમો બનાવી જુદા-જુદા વિસ્તારમાં બ્રેથએનેલાઈઝરથી લોકોને તથા વાહન ચાલકોને તપાસવામાં આવી રહ્યા છે. અને છેલ્લા ચાર દિવસથી ચાલતી આ કામગીરીમાં ૪૦ જેટલા દારૂ પીધેલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઈ, પીએસઆઈ, એસએસઆઈ, હે.કો. ડી.સ્ટાફ વિગેરે જોડાયો છે. પોલીસની કામગીરીથી દારૂ વેચનારા અને પીનારામાં ફફડાટ ફેલાયો છે.