રેજીમેન્ટની માંગ સાથે આહિર સમાજની રેલી, આવેદન અપાયું

997

દેશની સુરક્ષા કાજે ભારતીય સેનામાં ફરજ બજાવતા આહીર સમાજ દ્વારા સેનામાં આહીર રેજીમેન્ટની માંગ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજયભરની સાથો સાથ ભાવનગર જિલ્લાના આહીર સમાજ દ્વારા શહેરના નિલમબાગ સર્કલ ખાતેથી કલેકટર કચેરી સુધીની સ્વાભિમાન રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું.

ભારતીય સેનામાં દેશની સુરક્ષા માટે યાદવોએ બલીદાન આપ્યા છે. સંસદ પર હુમલાની ઘટના હોય કે રેજાગલાનું યુધ્ધ હોય જેમાં યાદવોએ બલીદાન આપ્યા છે. ત્યાર દેશની ર૬ કરોડની વસ્તી અને સેનામાં ૩પ હજાર યાદવો હોવા છતા આહીર રેજીમેન્ટની લાંબા સમયની માંગ સ્વીકારાતી નથી ત્યારે રાજયભરની સાથો સાથ ભાવનગર આહીર  સમાજ દ્વારા આજે નિલમબાગ સર્કલથી વિશાળ રેલી કાઢી કલેકટરએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.

Previous articleઅકસ્માતોની વણજાર પાછળ જવાબદાર કોણ ?
Next articleમથાવડા પ્રાથમિક શાળાનાં શિક્ષકે ધો-૨નાં ભુલકાઓને મારમાર્યાનો વિડીયો વાયરલ