તળાજા તાલુકાના મથાવડા ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષક દ્વારા ધો.૨માં અભ્સ કરતા નાના બાળકોને ઢોર માર મારતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા શિક્ષણ જગત સહિત લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શિક્ષણનાં આ કૃત્યથી ગ્રામજનોમાં રોષ ફેલાવા પામ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ સહિતનાં કાર્યક્રમો ઉપરાંત શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શાળામાં લાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં મથાવડા ગામે આવેલી જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના પ્રમોદભાઈ વર્મા નામનાં શિક્ષક દ્વારા ધો.૨નાં નાનકડા બાળકોને ઢોર માર મારવામાં આવેલ અને તેનોે વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામેલ છે. ધો.૨ માં ભણતા માસુમ કુમાર તથા કન્યાઓને લાઈનમાં બોેલાવી હાથેથી તથા પગેથી પાટા મારવામાં આવી રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને તેનાથી બાળકો ખુબજ ડર અનુભવતા હોવાનું પણ જણાઈ રહ્યું છે.
આ અંગે મથાવડા ગામનાં સરપંચ બિપીનભાઈ સાથે તેમનાં મોબાઈલ નંબર ૮૨૦૦૨૩૭૮૭૦ ઉપર વાત કરતા સરપંચે આ ઘટનાને સમર્થન આપતા જણાવેલ કે અગાઉ પણ આ શિક્ષક વર્મો અનેક વખત વિદ્યાર્થીઓને ઢોર મારેલ છે. જે અંગે શાળાનાં આચાર્યને ફરિયાદ કરવામાં આવેલ પરંતુ તે શિક્ષક આચાર્યને પણ ગણકારતો નથી અને એસએમસી સભ્યોની બેઠક પણ આ અંગે કરવામાં આવેલી અને ડીપીઓને પણ રજુઆત કરવામાં આવી હતી છતા ગઈકાલ તા.૨૬ના રોજ તેમણે ધો.૨નાં વિદ્યાર્થીઓને ઢોર માર મારેલ અને બાળકોે લેશન લાવ્યા ન હોવાનાં કારણે માર માર્યો હોવાનાં ખુલાસા કર્યા હતા હકીકતમાં ધો.૨નાં બાળકો પ્રજ્ઞાવર્ગમાં આવતા હોય તેને લેશન આપવાનું જ ન હોય તેમ જણાવેલ ત્યારે આ શિક્ષકને ઉદઘાડો પાડવા માટે શાળામાં મુકાયેલ સીસીટીવી કેમેરાનો વીડીયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું જણાવેલ જો કે આ શિક્ષક પ્રમોદ વર્માને સીસીટીવી કેમેરાની પણ જાણ હોવા છતા કેમેરા સામે માસુમ બાળકોને ઢોર માર માર્યો હતો આથી તેની માનસીક સ્થિતી કેવી હશે તે જોઈ શકાય છે.
વીડીયો વાયરલની ઘટનાં સંદર્ભે ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન અને મહુવાનાં ધારાસભ્ય આરસી મકવાણાનો તેમનાં મોબાઈલ નંબર ૯૪૨૬૨૪૫૭૪૫ પર સંપર્ક કરાતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો ત્યારે માસુમ બાળકોને ઢોર માર મારવનાં વાયરલ થયેલા વીડીયો સંદર્ભે શિક્ષક સામે પગલા ભરવા ગ્રામજનો તથા મથાવડા ગામનાં સરપંચ દ્વારા માંગ ઉઠવા પામી છે.