ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ઘણા વખતથી પ્રદર્શન કક્ષ બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના પ્રકૃતિક વારસાની ઝલક કરાવતો આ કક્ષ અગમ્ય કારણોસર બંધ કરી દેવમાં આવવાથી સહેલાણીઓ તેનો લાભ લઇ શક્તા નથી. આ ઉપરાંત ઉદ્યાનમાં મેજીક મિરર હોઉસને પણ વર્ષોથી તાળાં લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે મગર ઉછેર કેન્દ્ર મૃત હાલતમાં છે. તો પાર્કમાં દિપડા સીવાય કોઇ હિંસક પ્રાણી નહીં હોવાને કારણે પાર્ક આકર્ષણ પણ ગુમાવી રહ્યું છે. ગાંધીનગરના પાદરે આવેલા અને ગીર ફાઉન્ડેશ સંચાલિત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં છેલ્લા ઘણા વખતથી કેટલાંક વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓ સાથે સહેલાણીઓમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. વિવિધ વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ અંગે મળતી માહિતી મુજબ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ગુજરાત રાજ્યના પ્રાકૃતિક વારસાની ઝલક આપતો પ્રદર્શન હોલ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની પ્રાકૃતિક સંપતિ દર્શાવવામાં આવી હતી. પરંતુ આ પ્રકૃતિકક્ષ છેલ્લા ઘણા વખતથી બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ પ્રદર્શનકક્ષ ઉપરાંત સહેલાણીઓના મનોરંજન માટે મેજીક મીરરહાઉસ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ મેજીંગ મીરર હાઉસ પણ ઘણા વખતથી તાળા લાગેલાં જોવા મળે છે.જ્યારે પાર્કમાં મગર ઉછેર કેન્દ્ર મૃત હાલતમાં ચાલે છે. તો છેલ્લા ઘણા વખતથી તૈયાર થયેલો અર્થ પાર્ક લવર્સ પોઇન્ટ બની ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ઇન્દ્રોડા પાર્કમાં અગાઉ હાથીની જોડી, વાઘ-વાઘણ તેમજ દિપડા, સિયાળ સહિતના હિંસક પ્રાણીઓ હતા પરંતુ હવે ફક્ત દિપડા જ રહ્યા છે જેના કારણે આ પાર્કે તેનું આકર્ષણ ગુમાવી દિધુ હોય તેમ લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાર્કમાં હાલ ભીડ દેખાય છે અને ટિકિટમાંથી આવક પણ સારી એવી ગીર ફાઉન્ડેશનને થાય છે પરંતુ એમાંથી મોટા ભાગના પ્રકૃતિ પ્રેમીઓ નહીં પણ પ્રેમી પંખીડા હોય છે. જેથી આ પાર્કનો મુળ હેતુ ભુલાઇ રહ્યો હોય તેમ લાગે છે.