પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામે રહેણાં વિસ્તારમાં આવેલ એક ૧૦૦ વર્ષથી વધુ જુનુ પુરાણિક લીંબડાનું ઝાડ આવેલ છે. તેમા ગઈકાલે બપોરથી સતત લીંબડાની ડાળીઓમાંથી ધુમાડો નિકળ્યા કરે છે જેને ઓલવવા પાલિતાણાથી ન.પા.નું ફાયર ફાયટર પહોંચ્યું જેમ પાણીનો છંટકાવ કરે તો આગના દ્રશ્યો જોવા મળતા અને ફાયર ફાઈટર પણ કામ ન આવ્યું આ અંગે મહિલા સરપંચના પતિ રમેશભાઈ ચાવડાએ જણાવ્યું કે લીંબડાની બાજુમાં લવિંગયાદાદાની ડેરી આવેલ છે તે એક સમય મરકીનો રોગ નિકળ્યો હતો ત્યારે સાત સાધુ દેવ થઈ ગયા અને લવિંગયાદાદ જીવીત રહેતા તેને આ જગ્યાએ જીવતા સમાધિ લઈ લીધી ત્યારથી ગામમાં કોઈપણ જ્ઞાતિના ઘરે લગ્ન હોય તો પ્રથમ અહીં દર્શનાર્થે આવે અને પ્રકારની ટેક પણ ગ્રામ્યજનો રાખી પોતાની શ્રધ્ધા પુરવાર કરે છે. લીંમડામાંથી નિકળતો ધુમાડો હોવા છતાં લીમડાના ડાળી પરના તમામ પાનો લીલાછમ્મ છે. જેથી ગ્રામજનોની એક આસ્થા પણ જોડાયેલી છે.