તા. ૦૫ જાન્યુ. ૨૦૧૯ ના રોજ ભાવનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા ખેલ મહાકુંભ-૨૦૧૮ નો સમાપન સમારોહ, નેશનલ બાસ્કેટ બોલ સ્પર્ધા ઓપનીંગ, સ્પોટ્ર્સ સંકુલ ખાતે મલ્ટીપર્પઝ સ્પોટ્ર્સ ઈન્ડોર હોલનું લોકાર્પણ એમ ત્રિવિધ કાર્યક્રમના આયોજન અર્થે કલેકટર કચેરી ભાવનગર ખાતે રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિ વિભાગના સચિવ વી. પી. પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જે અધિકારીઓને ફરજ સોંપણી કરવામાં આવે તેમણે કાળજીપૂર્વક કામગીરી કરવાની રહેશે. આ ત્રિવિધ કાર્યક્રમ થવાથી ભાવનગરનું નામ દેશ લેવલે ગુંજતુ થઈ જશે. ખેલ મહાકુંભની શરૂઆત ૨૦૧૦ માં થઈ ત્યારબાદ ગુજરાતના રમતવિરોએ નોંધપાત્ર દેખાવ કરી અને ગુજરાતનું નામ દેશ લેવલે રોશન કર્યુ છે. બાસ્કેટ બોલ ક્ષેત્રે ભાવનગરે ઉત્તમ ખેલાડીઓ આપ્યા છે. સ્પોટ્ર્સ કોમ્લેક્ષનું કામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલાડીઓ તૈયાર કરવાનું છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર હર્ષદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ, મ્યુ. કમિશ્નર એમ. એ. ગાંધી, જિલ્લા આયોજન અધિકારી વાઘમશી,જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક્ રાઠવા,નાયબ મ્યુ. કમિશ્નર એન. ડી. ગોવાણી,ડીઝાસ્ટર મામલતદાર હિતેશ ભગોરા,ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એચ. કે. દોશી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા.