BAPS = બધા અમારા પરસ્પર સ્નેહીજનો

1047

હજારો ધર્મ અને લખો સંપ્રદાયની હારમાળા સાથે જોડાયેલો ભારત દેશ કે જેમાં અનેક જાતિ અનેક જ્ઞાતિ અને અનેક ધર્મો હિન્દૂ,મુસ્લિમ, શીખ અને ઈસાઈ. એમાં પણ પાછા પેટા વિભાગ અને પાછા એના પેટા વિભાગ કદાચ એટલેજ રોજ લોકો ધર્મના નામે ધતિંગ અને જાતિ અને કોમના નામે તોફાનો કરે છે, ક્યારેક હનુમાન તો ક્યારેક રામ અને ક્યારેક પછાત જાતિ તો ક્યારેક અનામત આમ રોજે રોજ કોઈ એક મુદ્દો પ્રગટ કરીને જો આપણે તોફાન ન કરીએ તો આપણને ખાધેલું પચતું નથી. આમ તો દરેક ધર્મના દરેક સંપ્રદાય શ્રેષ્ઠ જ છે કેમ કે કોઈ પણ ધર્મને આપણે સાચો સમજી શકીએ તેટલું ઉંચુ અને શ્રેષ્ઠ અને વિશેષ આપણા માં હતું નહિ અને આવશે પણ નહિ પરંતુ હિન્દૂ ધર્મના દરેક સંપ્રદાયમાં જૈન ધર્મ પછી જો કોઈ બીજો ધર્મ અને સંપ્રદાય મને પ્રિય હોય તો તે છે ” બોચાસણવાસી અક્ષરપુરષોતમ સંસ્થા ” એટલે મ્છઁજી . આમ તો મારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે એવો કોઈ ખાસ સંબંધ નથી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા એવા અક્ષરવાસી યોગીજી મહારાજનું અને મારુ ગામ બન્નેનું ગામ એક જ સોરઠની અમરેલી જિલ્લાનું ધારી ગામ. શિષ્ટતા, સદાચારી અને નિખાલસતા જેનામાં ઘૂંટીને ઘૂંટીને ભરી હતી એવા પૂજ્ય બાપ્પા સ્વામી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત તો તેમને જોવાનો લાભ મને પ્રાપ્ત નથી થયો પરંતુ તેમના સ્પર્શ વાળી કંઠી અને જીજીઝ્ર ની પરીક્ષા વખતે મને તેમના દ્વારા લખવામાં આવેલ શુભેછાઅને આશીર્વાદ પત્ર પ્રાપ્ત થયેલ. સ્વામીના અક્ષરવાસ પછી પણ આજે પણ તેઓ અનેકના હૃદયમાં હજી પણ વસે છે મોટી મોટી અનેક હસ્તીઓ તે પછી અમેરિકાના ઓબામા કે ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કે પછી વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમાન મોદી સાહેબ દરેક દ્વારા સ્વામીની ચરણરાજનો સ્પર્શ અચૂક કરવામાં આવેલ છે. મોટો હરિભક્તનો મહેરામણ અને હજારોની સંખ્યામાં સાધુ પરિવાર ધરાવતા બાપા સ્વામીની આંખોની દ્રષ્ટિએ હરિભક્તો બાપા માટે ત્યાગ કરવા તત્પર હતા અને આજે પણ છે. સંપ્રદાયની સૌથી મોટી વિશેષતા જે તે કોઈ જાતિવાદ અને કોમવાદમાં વિશ્વાસ નથી રાખતો ” બંધુત્વસે પ્રેમના ” ઉદ્દેશ સાથે દરેક હરિભક્તો દરેક માનવીને પોતાનો ભાઈ કે ભીરુ સમજીને સંકટ સમયે મદદરૂપ થાય છે. વખતો વખત જયારે જયારે ધરતી દ્વારા રોદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું છે ત્યારે ત્યારે આ સંપ્રદાય દ્વારા સૌ પ્રથમ પેહેલ કરીને રાહત પોચાડવામાં આવી છે તે પછી સુરતનું પૂર હોય કે પછી ભુજનો ભૂકંપ, આસામના પૂરપીડિત લોકો હોય કે પછી અક્ષરધામ હુમલા વખતના બેબાકળા જીવો દરેક વખતે સહર્ષ ભાવ અને માનવતના મીઠા લહેકા સાથે આ સંપ્રદાય સ્વામીના કેહવા પ્રમાણે સમાજને મદદરૂપ થતો રહ્યો છે અને થતો રહેશે જ. પૂજ્ય સ્વામી બાપ્પા કે જેમનો હજારોની સંખ્યામાં સાધુ સંપ્રદાય અને હજારોની સંખ્યામાં દુન્યાના દરેક ખૂણે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ ગગનમાં ટમકતા તારલાની જેમ રોશન કરેલ છે. જુઠા વખાણ અને વાહ વાહમાં ન માનતો આ સમાજ દ્વારા હંમેશા સમાજ સેવા સૌ પ્રથમ રહી છે તેથીજ આજે દરેક દેશમાં આ સંપ્રદાયની શિષ્ટતા અને વિશાલ માનવસાંકળ રૂપી હરિભક્તો તેમના અનુશાશનની છાપ બની છે. બાપાના અક્ષરવાસ પછી પણ તેમની પાટાનુંપાટ સાંભળનાર પૂજ્ય મહંત સ્વામી તેમનામાં પણ પ્રમુખ સ્વામી જેવીજ ભાવના અને ભક્તો પ્રત્યે નિશ્વાર્થ આશીર્વાદ સ્વરૂપે પ્રેમભાવ ફેલાવતા જ રહે છે ગમે ગામ જ્યાં જ્યાં વિચારતા હોય ત્યારે આજે ૮૫ વર્ષની ઉંમરે અનેક ધર્મસભાઓ કરે છે અને લખો હરિભક્તોને દર્શનનો લાભ આપે છે પોતે સંપ્રદાયના વડા એવો ક્યારેય અહમ ન રાખતા દરેક સાધુને પોતાની આવડત પ્રમાણે આગળ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે સાધુવૃંદને એવી શીખ આપે છે. દેશમાં તો ઠીક વિદેશની ધરતી પર પણ જયારે જયારે સ્વામી વિચરે છે ત્યારે ત્યારે ત્યાંના લોકો અને તે દેશના શ્રેષ્ઠીઓ તેમની સલામ આપતા નતમસ્તકે વંદન નમસ્કાર કરે છે. વધુ તો હું કશું જાણતોજ નથી પણ અધૂરામાં પૂરું આ સંપ્રદાયની જમવાની વાનગીનો ભંડારી એટલે પ્રેમવતીની લાડુડી ડાયાબિટીસ વાળો ખાઈને તો પણ એનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને હરિભક્તિ રૂપી અનેક ભજન કીર્તનની શાળા સારંગપુરમાં કાર્યરત છે. દરેક સમાજ અને ધર્મ પાસેથી કંઈક ને કંઈક શીખવાનું મળતુંજ હોય છે એમ આ સંપ્રદાયની પણ લોકો પ્રત્યેની કોમળ અને પ્રેમાળ ભાવના દેશના દરેક ધર્મો માટે પ્રેરણા સ્વરૂપ છે તો આવો આપણે પણ આ સમાજ પાસેથી આવીજ સારી સારી આદતનું પોતાનામાં અવતરણ કરીને સમાજની દરેક વ્યક્તિ પોતાના ધર્મને અને સંપ્રદાયને આવોજ શ્રેષ્ઠ અને વિશેષ બનાવ માટે પ્રયત્ન કરશે તો આપણા દેશના દરેક ખૂણે ખૂણે ભાઈચારી લાગણી ફેલાશે અને સાથો સાથ આપણા ખુદમાં પણ લોકો પ્રત્યે સન્માન અને એક બીજા પ્રત્યેની સદભાવનાનું નિર્માણ થશે તો અલ્લાહ, ઈશ્વર, ભગવાન અને ઈશુખ્રિસ્ત આપણને વણમાંગ્યા અને વગર મંદિર મસ્જિદ કે ચર્ચની મુલાકાતે કુબેરના ખજાનાના અધિપતિ બનાવી દેશે.

Previous articleમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ત્રિવિધ કાર્યક્રમના આયોજન અર્થે મળેલી બેઠક
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે