બોલિવૂડના જાણીતા એક્ટર અને રાઈટ કાદર ખાનની તબિયત હાલ ખુબ જ ખરાબ થઇ ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દુર કાદર ખાન હાલ તેમનો ઈલાજ કેનેડામાં કરાવી રહ્યા છે. ત્યાં કાદર ખાનનો પુત્ર સરફરાજ અને વહુ તેમનું ધ્યાન રાખી રહ્યા છે.
રીપોર્ટ અનુસાર કાદર ખાનને શ્વાસ લેવાનીની સમસ્યા છે અને આ જ કારણથી ડોક્ટરોએ ટીમને રેગ્યુલર વેન્ટીલેટરથી બાઈપેપ વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે મળતી માહિતીનું માનવામાં આવે તો હાલ કાદર ખાન હોશમાં છે અને આંખ મિલાવી શકે છે પરંતુ તેમને બોલવાનું બંધ કરી દીધું છે.