જીએસટી (માલ અને સેવા કર) વિભાગ દ્વારા તેલુગૂ ફિલ્મોનાં સુપર સ્ટાર મહેશ બાબૂનાં બે બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. મહેશ બાબૂ પર આોપ છે કે તેણે વર્ષ ૨૦૦૭-૨૦૦૮ દરમિયનાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મોમાં અભિનય અને એડવર્ટાઇઝમેન્ટથી મળેલી રકમ પર યોગ્ય જીએસટી ટેક્સ ચુકવ્યો નથી. તે બાદ જીએસટી વિભાગે ગુરૂવારે મહેશ બાબૂનાં એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક ખાતાને ૭૩.૫ લાખ રૂપિયાની રકમ અટેચ કરી લીધી છે. જેમાં કર, વ્યાજ અને દંડ શામેલ છે.
આ મામલે સંપર્ક કરવામાં આવતા જીએસટી વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, મહેશ બાબૂને આ મામલે અપીલ અધિકારીથી કોઇ જ રાહત નથી મળી. અધિકારીએ ઉમેર્યુ કે, અમે બેંક ખાતાને અઠેચ કરી વસૂલી શરૂ કરી છે. અમે આજે એક્સિસ બેંકમાંથી ૪૨ લાખ રૂપિયા મળ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક શુક્રવારે (૨૮ ડિસેમ્બર)નાં રોજ રકમ ચુકવશે.’’