મેલબોર્ન ટેસ્ટ : ત્રીજા દિવસે ૧૫ વિકેટો પડી, મેચ રોમાચંક બની

791

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચ આજે રોમાંચક બની હતી. એક જ દિવસમાં ૧૫ વિકેટ પડી હતી. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ભારતના સાત વિકેટે ૪૪૩ રન ડિકલેરના જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં માત્ર ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે, ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડ્યા વગર ભારતે ફરી બેટિંગ શરૂ કરી હતી. ભારતે પણ બીજા દાવમાં ૫૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે પરંતુ ભારતની સ્થિતિ હજુ પણ મજબૂત દેખાઈ રહી છે. કારણ કે, ભારતની લીડ વધીને ૩૪૬ રનની થઇ છે. આજે રમત બંધ રહી ત્યારે ઋષભ પંત છ અને મયંક અગ્રવાલ ૨૮ રન સાથે રમતમાં હતા. ભારત તરફથ પુજારા, વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયા હતા જ્યારે રહાણે એક અને રોહિત શર્મા પાંચ કરીને આઉટ થયો હતો. બોક્સિંગ ટેસ્ટ મેચ રોમાંચક બની ગઈ છે. આજે બોલરોનો દિવસ રહ્યો હતો. મોટા સ્કોરનું ભારતનું સપનું ખોરવાઈ ગયું હતું. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતને પ્રથમ ઇનિગ્સના આધાર પર ૨૯૨ રનની લીડ મેળવી લીધી હતી. બુમરાહે ૩૩ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની જીત હવે નિશ્ચિત બની રહી છે. બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૪૪૩ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના આઠ રન કર્યા હતા. આજે આગળ રમતા યજમાન ટીમના ખેલાડીઓ મેદાનમાં ટકી શક્યા ન હતા. એક પછી એક વિકેટ ઝડપથી ગુમાવી હતી. ભારત તરફથી વર્તમાન શ્રેણીમાં ચેતેશ્વર પુજારાએ બીજી સદી કરી હતી. પ્રથમ દિવસે ભારતે ખુબ ધીમી બેટિંગ કરી હતી. ૮૯ ઓવરમાં ભારતે માત્ર ૨૧૫ રન કરતા ક્રિકેટ ચાહકોમાં આની ચર્ચા જોવા મળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે પોતાની કુશળતા દર્શાવી હતી.

Previous articleબીજી ટેસ્ટ મેચ : ન્યુઝીલેન્ડે કરેલા ચાર વિકેટે ૫૮૫ રન
Next articleતેલ કિંમત વધુ ઘટી : પેટ્રોલ કિંમત નવી નીચી સપાટી પર