જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે પરાજય થયા બાદ ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયેલો કકળાટ ધીમે ધીમે તેની પરાકાષ્ટાએ જઈ રહ્યો છે. બે દિવસ પહેલા જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની નેતાગીરીથી તેમજ તેમની નીતિરીતિથી કંટાળેલા કેટલાક કોંગ્રેસના નેતાઓએ ખાનગી મિટિંગ કરી ઠાલવ્યો હતો.
આ મીટીંગની હજુ ચર્ચા ચાલી રહી છે અને કહેવાતા બળવાખોરો રાહુલ ગાંધીની મુલાકાતે જવાનું આયોજન કરી રહ્યા છે ત્યારે નવો વિવાદ શરૂ થયો છે. જેમાં આજે કોંગ્રેસનો ૧૩૪ સ્થાપના દિવસ છે. જેની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આથી કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે પણ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ રખાયો છે. જેમાં પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસના ૭૦થી વધુ ધારાસભ્યો આ ઉજવણીમાં હાજર રહ્યા નહોતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ દિનશા પટેલ વગેરે પણ આવ્યા નહોતા. બીજીબાજુ અમિત ચાવડા તે મીડિયા સમક્ષ એવી સ્પષ્ટ અને બચાવ કર્યો હતો કે કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી રાજ્યભરમાં થઈ રહી હોય અન્ય ધારાસભ્યો અને નેતાઓ જે તે શહેરમાં ગયા છે. જેથી તેઓ આજે રહી શક્યા નથી પરંતુ સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમદાવાદના પોતાના નિવાસ સ્થાને હાજર હોવા છતાં ઉજવણી કાર્યક્રમમાં આવ્યા નહોતા.
બે દિવસ પહેલા અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં દસથી બાર નેતાઓને આજે લેવાનો ટાઈમ મળ્યો હતો પરંતુ કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં તેઓએ હાજર રહેવાનું પસંદ કર્યું નથી સૂત્રો જણાવે છે કે જસદણ પેટા ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની યુવા નેતાગીરી સામે બળવો શરૂ કર્યો છે. જે આગામી સમયમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી શકે છે