ઈસરોમાં લાગેલી પર કાબૂ, સ્ટોરરૂમમાં રહેલી સ્ટેશનરીને નુકસાન

711

અમદાવાદના ઈસરોમાં લાગેલી આગ પર કાબૂૂ મેળવાયો છે. ઈસરોના સ્ક્રેબ અને સ્ટેશનરીના સ્ટોરરૂમમાં આગ લાગી હતી. આગની ગંભીરતાને લઈ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ૫ ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

મે મહિના ઈસરોની લેબમાં આગ લાગી હતી

ગત મે ૨૦૧૮ માસમાં પણ ઈસરોમાં આવેલી એન્ટેના ટેસ્ટિંગ લેબના યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ. ૨૫ ફાયર ફાઈટર અને ૭૫ જવાનોની મદદથી ભારે જહેમત આગને કાબુમાં લેવામાં આવી હતી.

આગની ઘટનામાં ઝ્રઇઁહ્લના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Previous articleગાંધીનગર ઠંડીમાં ઠુઠવાયુ  ગયા ડીસેમ્બરનો રેકોર્ડ તુટયો
Next articleબુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોને ૫૬ ટકા વધુ વળતર ચૂકવાશે