મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને લઈને કરેલા નિવેદનથી ભારે રોષ ફેલાયો હતો. મહેસુલ વિભાગ પર કરેલી ટિપ્પણી મુદ્દે મહેસુલ કર્મચારીઓ વિફર્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.
જેને લઈને રેવન્યુ કર્મચારીની લાગણી દુભાવવાના મામલે મુખ્યમંત્રીએ પોતાનો બચાવ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાલે વાત કરી એમાં અધિકારી ઓ પર આરોપ નથી કર્યો.
એટલું જ કહ્યું હતું કે મહેસુલ-પોલીસ ખાતું બદનામ થયેલું છે. ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા શરૂ થઇ એ પ્રસંગે વાત કરી હતી. અધિકારીઓ કે, કર્મચારીઓની લાગણી દુભાય એવી વાત નથી કરી.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભ્રષ્ટાચાર મામલે ઝ્રસ્ રૂપાણીએ મોટું નિવેદન આપ્યું હતું. ઝ્રસ્ રૂપાણીએ જણાવ્યું હતું કે, બધાને ખબર જ છે કે, ક્યાં ભ્રષ્ટાચાર ચાલે છે બાદમાં તેમને કહ્યું કે, સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ અને પોલીસ ખાતામાં થતો આવ્યો છે. પોલીસ અને મહેસૂલ ખાતુ ભ્રષ્ટાચારની બાબતમાં સૌથી વધુ બદનામ છે. લોકોએ પણ આ ભ્રષ્ટાચારની માનસિકતાને સ્વીકારી લીધી છે. જિલ્લા પંચાયતોએ દ્ગછને લઈને માઝા મૂકી હતી. ઓનલાઇન દ્ગછ થતા કેટલાક લોકોની દુકાનો બંધ થઈ હોવાની વાત કરી હતી. આ મામલે કૌશિક પટેલે પણ જૂની સરકાર પર પ્રહાર કર્યા હતા.