એચએસઆરપી નંબર પ્લેટની મુદતમાં ૭મી વખત વધારો કરાયો છે. હાઈકોર્ટની ફટકાર બાદ આરટીઓએ મુદતમાં વધારો કર્યો છે. જેથી એક મહિના માટે મુદત લંબાવાઈ છે. અગાઉ ૩૧ ડિસેમ્બર અંતિમ તારીખ હતી.
હવે ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીની અંતિમ મુદત છે. તેમજ ૧ જાન્યુઆરી બાદ ટુ-વ્હીલર માટે રૂ.૧૦૦, થ્રી-વ્હીલર માટે રૂ.૨૦૦, એલએમવી વ્હીલર માટે રૂ.૩૦૦નો દંડ કરવામાં આવશે. તેમજ ભારે વાહન માટે રૂ.૫૦૦ના દંડની જોગવાઈ કરાઇ છે. વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટેની મુદતમાં વધુ એક મહિનાનો સમય લંબાવવામાં આવ્યો છે. અગાઉ આ માટે ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ આખરી મુદત હતી.
હવે તે લંબાવીને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ૩૧ જાન્યુઆરી પછી હવે કોઈ વધારો કરવામાં નહીં આવે. ૩૧ જાન્યુઆરી પછી જે વાહનોમાં એચએસઆરપીએમની નંબર પ્લેટ નહી હોય તેની સામે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.