ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે ૭૩૦૦થી વધુ કર્મચારીઓ અને ૧૧૪૦ જેટલા પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી.ના કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે ત્યારે તેઓ પણ મતદાનનો લાભ લઈ શકે તે માટે આજે મહિલા કર્મચારીઓ સાથે વર્ગ-૪ના કર્મચારીઓએ તાલીમ સાથે મતદાન કર્યુ હતું. જ્યારે તા.૩ ડિસે.ના રોજ પોલીંગ ઓફિસર અને પ્રિસાઈડીંગ ઓફિસરો તાલીમ સાથે મતાધિકારની ફરજ બજાવશે. જ્યારે પોલીસ હોમગાર્ડ અને એસ.ટી. કર્મચારીઓ તા.૪ અને પ ડિસે.ના રોજ મતદાન કરશે.