જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરામાં સુરક્ષદળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. સૂત્રો મુજબ ત્રણ આતંકવાદીઓમાંથી બે આતંકવાદીઓ એન્કાઉન્ટર સ્થળેથી ફરાર થયા છે.શુક્રવારે સવારે બાંદીપોરાના અવંતીપોરામાં આતંકવાદીઓ છૂપાયાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સર્ચ ઓપરેશન વખતે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવતા અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષાદળોની વળતી કાર્યવાહીમાં એક આતંકી ઠાર થયો હતો. આ વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.