ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં એસવાય બીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બારૈયા નિશા કિશોરભાઈ તાજેતરમાં ગુજરાત રાજયના ખેલ મહાકુંભ દ્વારા આયોજિત રાજય કક્ષાની વ્યક્તિગત જીમ્નાસ્ટિકની વોલ્ટીંગ ટેબલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજય કક્ષાએ રમીને તૃતીય નંબર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.