જાફરાબાદ સીએચસી ખાતે આર બી એસ કે (શાળા આરોગ્ય )અંતર્ગત સેવા મા તપાસેલ જે પૈકી નવજાત શિશુ થીં ૧૮ વર્ષના બાળકો ની આરોગ્ય તપાસ કરવામા આવી જેમા લાભાર્થીઓએ બહોળી સંખ્યા મા લાભ લીધેલ .આ કેમ્પ મા બાળરોગ નિષ્ણાત દ્વારા .આંખ રોગ નિષ્ણાત દ્વારા અને દાંત રોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામા આવી અને જરૂરી દર્દીઓને સ્થળ પર સારવાર આપવામા આવેલ તેમજ વધુ સારવાર અર્થે બાળકોને સૂપર સ્પેશ્યાલીટી સારવાર માટે આગળ રીફર કરવામા આવ્યા જેમા આર બી એસ કે નોડલ ઑફીસર તેમજ આર બી એસ કે ઑફીસર તથા સૂપરવાઈજર અને આરોગ્ય નો સ્ટાફ હાજર રહેલ અને કેમ્પ ને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ તેવું યાદી મા જણાવેલ છે.