ભાવનગર- બોટાદના સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા આજે તા. ર૮-૧ર-ર૦૧૮ના લોકસભા પાર્લમેન્ટની ફલોર પર રાષ્ટ્રીય સ્વાસ્થ બીમાં યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી ગરીબો- સામાન્ય લોકો માટેની સ્વાસ્થ વિમા યોજના – પ્રધાનમંત્રી જન આરોગ્ય વિમા યોજના અંગે આયુર્વેદ યોગ પ્રાકૃતિક ચિકિત્સા યુનાની સિદ્ધિ અને હોમિયોપેથી વિભાગના મંત્રીને રજુઆત કરી હતી.
ભાવનગર અને બોટાદ જીલ્લાના લોકહિતના વિકાસના કાર્યો માટે પાર્લમેન્ટ હાઉસના ફલોર પર ફુલ ૩૭મી વખત રેલ્વે વિભાગ, એરપોર્ટ વિભાગ, નેશનલ હાઈવે, પાસપોર્ટ કચેરી, સોલ્ટ વિભાગ, ખેડુતોને લગતા પ્રશ્નો, ભુસ્તર અને જળ, ખાણ ખનીજ, કેન્દ્રીય વિદ્યાલય, રેલ્વે વર્કશોપ, એસી કોચ રીપેરીંગ, ઈકો સેન્સેટીવ ઝોન વેળાવદર (ભાલ) વિસ્તાર ઘટાડવા માટે, પોર્ટ બંદર વિકસાવવા માટે, ગુજરાત વિકાસ મોડેલ સ્ટેટ અંગે, મહિલાઓને રોજગારીની તકો વિકસાવવા અંગે સંબંધિત વિભાગના કેન્દ્રીયમંત્રીઓને સંબોધીને પાર્લમેન્ટ હાઉસમાં બોલી સતત જાગૃતતા દાખવી લોકહિતની રજુઆતો લેખિતમાં પણ કરેલ હોવાનું સાંસદના ભાવનગર કાર્યાલયેથી જણાવાયું છે.