ભાવનગર મહાનગર પાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક ચેરમેન નિલેશભાઈ રાવળનાં અધ્યક્ષ પદે મળેલ. ચાર ઠરાવો અંગે મળેલી બેઠકની શરૂઆત થતા કાર્યનાં પ્રારંભે જ કોંગીનાં કલ્પેશ મણીયાર, સલીમભાઈ રાંધનપુરી પ્રથમ એજન્ડા રજુ થતાની સાથેજ પ્રશ્નો લેવાતા નથી અમને સાંભળતા નથી તેવો કકાળટ કરીને બહાર ચાલ્યા ગયા હતા. આ સમયે કોંગીના સભ્ય વિવેકભાઈ દિધે બેસી રહેતા તેને બોલાવી લેતા તેઓ પણ બહાર ચાલ્યા ગયા હતા. જો કે, આ રીતે બેઠકમાંથી કોંગી સભ્યો વોક આઉટ કર્યાની નોંધ રેકર્ડ પર નોંધવી નોતી પરંતુ બેઠક છોડી બહાર ગયેલા કલ્પેશભાઈ મણીયારે સભા છોડી જવાના કારણમાં ત્રણ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એકટ મુજબ શાળામાં કાંઈ પણ ફેરફાર થાય તો તેની જાણ કચેરીને હોતી નથી, એકટ મુજબ ચેરમેન ભાવનગરની બહાર ગાડી લઈ જઈ શકે ?, એકટ મુજબ કચેરીમાં કામ કરવા બોલાવી શકાય ? તેવી વિગત જણાવેલ.
આ પછી થોડીવાર બાદ કલ્પેશ મણીયા, સલીમ રાંધનપુરી અને વિવેક દિધેએ જણાવ્યું હતું કે, અમોએ પુછેલા પ્રશ્નો ના જવાબ કે એજન્ડામાં પણ નથી લેતા ફકત વાહિયાત પ્રશ્નો ગોતીને એજન્ડા બહાર પાડીને સાધારણ સભા બોલાવવામાં આવે છે. શાસકો બાળકોને શિક્ષણને લગતા પ્રશ્નો અને એવા અનેક પ્રશ્નો સભ્ય દ્વારા પુછવામાં આવતા પ્રશ્નો એજન્ડામાં લેવા જોઈએ જેના વિરોધમાં અમો સદસ્યો દ્વારા સભાનો બહિષ્કાર કરેલ. અમારી જાણ મુજબ સદસ્ય દ્વારા સદસ્ય સ્થાનેથી માનદ વેતન વધારાનો ઠરાવ કરેલ હોય તેનો અમો સદસ્યો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
મળેલ બેઠકમાં હાજર સભ્યો નિલેશભાઈ રાવળ ચેરમેન, મહેન્દ્રસિંહ ગોહિલ ડે.ચેરમેન, જલવંતભાઈ ગાંધી, નરેશભાઈ મકવાણા, કમલેશ ઉલ્વા, વર્ષાબા પરમાર, જાગૃતિબેન રાવળ, બકુલભાઈ ત્રિવેદી, રસીકલાલ સીધ્ધપુરા સભ્યોએ એજન્ડાના મુદ્દાઓ અંગે વિગતે ચર્ચા વિચારણાઓ કરી બહુમતિએ ઠરાવો પાસ કરી દેવાયા હતા.
બેઠક બહાર અમારા પ્રતિનિધિ જોડેની ટુંકી વાતચીત કરતા કોંગીનાં વિવેકભાઈ દિધએ એવી વાત કિધી હતી કે, શિક્ષણનું બોર્ડ ચાલવું જોઈએ બોર્ડમાં પ્રશ્નોની ચર્ચામાં વિપક્ષે ફાઈટ આપવી જોઈએ. જયારે ચેરમેન નિલેશભાઈ રાવળે વિપક્ષની કાર્ય પધ્ધતિ મુદ્દે એવી માર્મીક ટકોર કરી કે, સ્કુલમાં અભ્યાસ કરતા નિરાધાર તેમજ માનસિક, શારિરીક વિકલાંગ બાળકોને ઓળખ માટે ગણવેશ સહાય તથા કીટ સહાય આપવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય ત્યારે આવી ગરીબ લક્ષી યોજનાં સાંભળવવા બેસીને મુકત પણે ચર્ચા કરવી જોવે પરંતુ આવી રજુઆત થતા જ વિપક્ષેથી સહકાર દેવાને બદલે બેઠક છોડી બહાર ચાલ્યા જવું એ વાત યોગ્ય નથી.