આજે તા. ૨૮ ના રોજ ભાવનગર ખાતે ક્રુષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર ભાવનગર દ્વારા સજીવ ખેતી પાક પરિસંવાદ-વ-ક્રુષિ મેળો તથા પ્રદર્શન યોજાયુ હતુ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યુ હતું કે ભાવનગર જિલ્લામાં સજીવ ખેતી કરી અને વિકાસ કરતાં રહેલા ખેડૂતોએ અહીં રાજ્ય સરકારના સહ્કારથી પ્રદર્શનનું આયોજન કર્યુ છે. જિલ્લાના ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે પ્રધાનમંત્રી ફસલવીમા યોજનામાં ખેડૂતોને વીમા ની રકમ નિયમ અનુસાર મળે જ છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે ઘોબા અને પીપરડી ગામના ખેડૂતોએ રૂપિયા ૨૪ લાખ પ્રીમીયમ ભર્યુ હતુ તે ખેડૂતોને રૂપિયા ૩.૨૫ કરોડ ક્લેઈમ કર્યા બાદ નિયમ અનુસાર મળ્યા હતા. ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી ફસલવિમા યોજના તથા સજીવ ખેતી નિર્ણાયક પૂરવાર થશે.તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અંદાજે ૧૧૦૦ જેટલાં ખેડૂતોને ખરીફપાક વીમો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ક્રુષિ નિષ્ણાંતો પ્રદિપભાઈ કાલરીયા, ડો. એન. પી. શુક્લા, યોગીતાબેન દિવાન, જી. એસ. દવે, વિનીતભાઈ સવાણી, ડો. એમ. બી. વાઘમશી, એસ. આર. કોસાંબી, પી. બી. રાજ દ્વારા જમીન સજીવ બનાવવા પાયાના સિદ્ધાંતો, સંકલિત કીટ નિયંત્રણ, કપાસમાં ગુલાબી ઈયળ અને ફોલ આર્મિ વર્મ, સજીવ ખેતી નિતી અને રજીસ્ટ્રેશન, સુક્ષ્મ પિયત વ્યવસ્થાપન અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, બાગાયતી પાકોમાં જૈવિક ખેતીનું મહત્વ, ઓર્ગેનિક પાકો, પાક મુલ્યવર્ધન વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ,
મહાનુભાવો દ્વારા ક્રુષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન અને સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી તથા સજીવ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું શાલ ઓઢાડી સન્માન કરાયુ, ક્રુષિ વિષયક સ્પર્ધાના વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા.