શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથામાં સંતો-મહંતોની ઉપસ્થિતિ

793

ભાવનગરના ગુલીસ્તાના મેદાનમાં ચાલીર હેલી શ્રીમદ ભાગવત દશમ સ્કન્ધ આધારિત શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથામાં આજે પમાં દિવસે વકતા પૂ. પાદ ગોસ્વામી વજરાજકુમારજી મહારાજે ભગવાન કૃષ્ણના બાલ ચરિત્રની વાતો કરી હતી. આજે આ કથામાં પૂ. વ્રજરાજકુમારે પૃષ્ટિય માર્ગનું મહત્વ સમજાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે પૃષ્ટિ માર્ગનું પ્રાગટય સ્થળ પણ ગોકુલ જ છે આ ઉપરાંત તેમણે બ્રહ્મ સબંધંને લઈને પણ શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું. આજની કથામાં તેમને જણાવેલ કે ભગવાન બાળપણ વિતાવી હવે વૃંદાવન તરફ ચાલ્યા જાય છે તેમ જણાવેલ બાદમાં કથામાં ગોવર્ધન લીલા અને રાસલીલાનું પણ વર્ણ કર્યું હતું. આજની કથામાં સીહોરના ગૌતમેશ્વર મંદિરના મહન્ત સ્વામી સ્વરૂપાનંદજી તેમજ મોંઘીબાની જગ્યાના મહંત જીણારામજી મહારાજ પણ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત વહુજી પણ કથામાં ખાસ હાજર રહ્યા હતાં.

Previous articleવ્હોરા સમાજ દ્વારા શહેરમાં ઝુલુસ
Next articleશિશુવિહારમાં સાયકલ ભેટ વિતરણ