આજરોજ એસઓજીના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના સોહિલભાઈ ચોકીયા, જગદીશભાઈ મારૂને મળેલ બાતમી હક્કિત આધારે આોજરોજ ભાવનગર – ઘોઘા રોડ, અવાણીયા ગામના પાટીયા પાસેથી હિરેનભાઈ રમેશભાઈ નિમાવત, રામાનંદી સાધુ (ઉ.વ.ર૦) ધંધો – વેપાર, રહેવાસી ગામ-ભુંભલી તા.જી. ભાવનગર વાળાને એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ અસઓજીના હેડ કોન્સ. ટી.કે. સોલંકી ચલાવી રહ્યા છે.