તા.૦૫ જાન્યુ.ના રોજ ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતની ઉપસ્થિતિમાં યોજાનારા ખેલ મહાકુંભ-૨૦૧૮ નો સમાપન સમારોહ, નેશનલ બાસ્કેટ બોલ સ્પર્ધા ઓપનીંગ, સ્પોટ્ર્સ સંકુલ ખાતે મલ્ટીપર્પઝ સ્પોટ્ર્સ ઈન્ડોર હોલનું લોકાર્પણ એમ ત્રિવિધ કાર્યક્રમ સ્થળની સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડી. ડી. કાપડીયાએ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યુ હતુ.
ભાવનગરના સીદસર રોડ પર આવેલ સ્પોટ્ર્સ સંકુલ ખાતે યોજાનારા આ ત્રિવિધ કાર્યક્રમ સ્થળે તેઓએ કાર્યક્રમની રૂપરેખા સહિત આ સ્થળે મુખ્ય સ્ટેજ, પેટા સ્ટેજ, સફાઈ, સ્વચ્છતા, મંડપ વ્યવસ્થા, લાઈટ, સાઉન્ડ, વાહન પાર્કિંગ, પીવાનું પાણી, મહાનુભાવોનું સ્વાગત, સાંસ્ક્રુતિક કાર્યક્રમ, સલામતી, આરોગ્ય, પુરસ્કાર, ભેટ વિતરણ સહિતની બાબતે કામગીરીની સમિક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, ડી. વાય. એસ. પી. મનિષ ઠાકર, ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એચ. કે. દોશી સહિત સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના અધિકારીગણ હાજર રહ્યા હતા.