કેહવત છે કે ઘર હોય ત્યાં વાસણ હંમેશા ખખડે જ છે , તે પછી વધારે હોય કે ઓછા પણ દરેકના ઘરની આ હાલ ની સ્થિતિ છે. જેમ એક હાથની ૫ આંગળીઓ સરખી નથી હોતી એવીજ રીતે પરિવારના દરેક સભ્યના મન અને મંતવ્ય મળવા તે કદાપિ શક્ય નથી તે હું અને તમે સહુ કોઈ જાણીએજ છીએ તેમ છતાં આપણે કોઈની કીધેલી સલાહ અને સૂચન માનતા નથી પણ લોકોને અપને કહીએ તે માણસે એ વાત માણસે એ જ વાત પર નાની વાતની મોટી બબાલ થાય છે. આજે લોકો સંબંધ રોજ બાંધે છે અને રોજ તોડે છે અને તેઓ સંબંધો સાથે કાચના રમકડાંની જેમ રમે છે અને તેના પરિણામે વર્ષો જુના આપણા સંબંધમાં તિરાડ પડે છે. કારણ પડ્યે અને જરૂર પડ્યે જૂઠું બોલવું યોગ્ય છે પરંતુ વાતે વાતે જુથ્થયુ બોલવું તે પછી આપણે ખુબજ વિકટ પરિસ્થિતિમાં ધકેલી દે છે અને ત્યાર બાદ જયારે આપણે સાચું બોલતા હોઈએ ત્યારે પણ કોઈ આપણો વિશ્વાસ નથી કરતા. લગભગ પુખ્તવયના દરેક વ્યક્તિ જાણતાજ હશે કે આપણા આડોસ-પડોસ કે પછી સ્નેહી સ્વજન વચ્ચે અબોલાનું મૂળભૂત કારણ હોય છે તેમને સાથે કરેલ વ્યહવારમાં બોલેલ ખોટું અથવા તો ગેરસમજ. પ્રેમ અને પરિવાર વિખવા પાછળના મૂળભૂત કારણો મેં કીધું એમ કે બોલેલ જૂઠું અને ગેરસમજ અથવા તો પૈસો આ ૩ મહત્વના કારણો છે આપણા સંબંધોમાં અંટસ લાવા માટે. પ્રેમમાં પણ લોકો સાચો પ્રેમ કરતા નથી પરંતુ આકર્ષણમાં આવીને એક બીજા સાથે સંબંધો બાંધી બેસે છે અને જયારે તેને નિભાવવાનો વારો આવે છે ત્યારે નાસીભાગ કરતા હોય છે. ઉતાવળ, અધીરાઈ અને છેતરવાની વૃત્તિ માણસમાં ઠુંસી ઠૂંસીને ભરી છે અને સમયે સમયે જેમ જેમ ઉપયોગ પડે તેમ આપણે તેનો ઉપયોગ કરીએજ છે. જીવનનો જેટલો પણ સમય અપને વિતાવ્યો છે તે પછી ૫-૨૫-૫૦ કે ૭૫ દરેક સમયનો ૫૦% ભાગ આપણે કોઈને જૂઠું બોલવામાં કે પછી છેતરવામાં જ વિતાવ્યો છે અને પછી બહાર લોકો સામે આપણે ફાંકા અને બઢાઈ મરીયે છીએ કે મને તો આમ જ ચાલે અને આમ જ હું કરું પણ તેમાં પણ એક દંભ હોય છે ખરેખર આપણું મનને તો ખબર જ હોય છે કે જૂઠી શાન બતાવવા અને લોકો સામે આપનો પ્રભાવ પાડવા આપણે આવા કાવતરા કરી રહ્યા છે. આ તો વાત થઇ પ્રેમ અને પરિવારની હવે વાત કરીએ આપણે આપણા શરીરના અંગની આપણા શરીરના ૧૨ અંગ માંથી એક પણ વાંકો હોય એટલે કે અણ્ડ હોય તો લોકો તેમાં ખામી કાઢે છે એવીજ રીતે જો પગના સાંધાજો તૂટી જાય તો હરવા અને ફરવામાં ખુબજ તકલીફ પડે છે અને આપણે અપંગ સમાન બની જઈએ છીએ. જે રોતે પગના સાંધા તૂટી જાય તો જીવનમાં બોવ મોટો વાંધો આવી જાય છે એવીજ રીતે આપણા પ્રેમ અને પરિવારમાં આ સાંધામાં વાંધો આવે તો ત્યાં પણ આપણા જીવનમાં સુનામી આવી જાય છે તો બસ આજથીજ વર્ષો જૂની વેરને આપો વિનાશ આપો લોકોને ક્ષમા અને કરો એનું સર્જન કેમ કે અંતિમ સમયે કોઈજ વસ્તુ મારા અને તમારા સાથે નથી અવની એકલા આવ્યા અને એકલા જવાનું છે તો પછી સુકામે આવા સુખી સંસારમાં ક્ષણિક સુખના સહભાગી થવા વર્ષો જુના અને અમૂલ્ય આપણા પ્રેમના પરિવારના સંબંધનું નિકંદન કરીએ તો આવો કરીએ આજથી સંકલ્પ કે નહિ તોડીએ કોઈ પણ પરિવાર ,પ્રેમ કે પગનો જોઈન્ટ અને રહીશુ હંમેશા જોઈન્ટ.