આગેવાન અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે નવા વર્ષમાં હું બાળકોને આનંદ આવે એવી ફિલ્મો કરવાની છું. બાળકો ઘરમાં બેસીને નિર્દોષ મનોરંજન માણતાં માણતાં કંઇક નવું શીખે એ આજની જરૃરિયાત છે. મારે એવી ફિલ્મો કરવી છે જે બાળકોને આનંદ સાથે કંઇક નવું આપે. જે જોઇને બાળકો કંઇક નવું શીખે અને એમને જીવનમાં કામ લાગે એવી ફિલ્મોની પસંદગી હું કરવાની છું’ એમ સોનાક્ષીએ કહ્યું હતું.
ડિસેંબર માસના આરંભે મુંબઇમાં યોજાએલા નીક્લોડિયન કીડ્સ ચોઇસ એવોર્ડ સમારોહમાં સોનાક્ષી સહભાગી થઇ હતી અને એને બાળકો સાથે ખૂબ આનંદ આવ્યો હતો.
તમારા મનમાં બાળકો માટેની ફિલ્મનો કોઇ ચોક્કસ વિષય છે કે ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે બાળકોમાં અને મારામાં બહુ ઝાઝો ફરક નથી. મનથી હું પણ બાળક જેવી છું. ઘડીમાં ખુશ ઘડીમાં નાખુશ… મારા મનમાં હોય એ વિષયનો કોઇ મહિમા નથી. ફિલ્મ સર્જક જે વિષયની સ્ક્રીપ્ટ લઇને આવે એ મારે જોવાની હોય. એમાં બાળકો માટે શું છે અથવા શું ઉમેરી શકાય એ જોવાનું રહે. મેં તો માત્ર મારો વિચાર કહ્યો કે નવા વર્ષમાં મારે બાળકોને આનંદ આવે એવી ફિલ્મ કરવી છે એમ એણે કહ્યું હતું. બાળકો ઘરમાં બેસીને નિર્દોષ મનોરંજન માણતાં માણતાં કંઇક નવું શીખે એ આજની જરૃરિયાત છે. મારે એવી ફિલ્મો કરવી છે જે બાળકોને આનંદ સાથે કંઇક નવું આપે. જે જોઇને બાળકો કંઇક નવું શીખે એમ સોનાક્ષીએ કહ્યું હતું.