પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના જીવન પર બનેલી ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર રિલીઝ થતા પહેલા વિવાદમાં ફસાઇ છે અને કેટલાક કોંગ્રેસી નેતાઓએ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા વિશેષ સ્કિનીંગ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
જો કે, આ ફિલ્મમાં મનમોનહ સિંઘનું પાત્ર ભજવનાર અને જાણિતા અભિનેતા અનુપમ ખેરે સ્પષ્ટ કર્યુ કે, જો મનમોહન સિંઘ પોતે માંગણી કરશે તો તેમના માટે રિલીઝ થતા પહેલા વિશેષ સ્ક્રિનીંગ કરવામાં આવશે પણ બીજા કોઇ માટે વિશેષ સ્ક્રિનીંગ કરવામાં આવશે નહીં. અનુપમ ખેર ભાજપ સાથે જોડાયેલા છે અને તેથી કોંગ્રેસે એવી શંકા વ્યક્ત કરી છે કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ એક ગેમ છે.
પત્રકારો સાથે વાતચીત કરતા અનુપમ ખેરે કહ્યું કે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા કોઇ પણ વ્યક્તિ વિશેષ સ્ક્રિનીંગની માગણીનો હક્ક નથી. આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત લખાયેલા પુસ્તક પર આધારિત છે અને તેમાં સત્ય સાથે કોઇ તોડજોડ કરવામાં આવી નથી.