પ્રથમ દિવસે રણવીર સિંઘની ‘સિમ્બા’એ કરી ૨૨ કરોડની કમાણી

775

રણવીર સિંઘી સિંબા દર્શકોને પસંદ આવી રહી છે. અને તેને ક્રિટિક્સ તરફથી પણ સારા રિવ્યું મળ્યા છે. તેથી આ કહેવું જરાં પણ ખોટુ નથી કે, ફિલ્મ વર્ષની છેલ્લી અને બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. આ કહેવામાં કંઇ જ ખોટુ નથી કે ફિલ્મનાં પ્રમોશન માટે રણવીરે ખુબ મહેનત કરી છે. તેમાં પણ જ્યારે તેની ટક્કર શાહરૂખ ખાનની સાથે હોય ભલે શાહરૂખ ખાનની ’ઝીરો’ દર્શકોને રિઝવવામાં સફળ ન રહી હોય પણ રિલીઝ પહેલાંનું ટેન્શન અલગ લેવલનું હોય છે. વેલ હવે શાહરૂખની ’ઝીરો’ અને રણવીર સિંઘની ’સિંબા’ રિલીઝ થઇ ગઇ છે. અને બંને ફિલ્મનાં પહેલાં દિવસની કમાણીનાં આંકડા સામે આવી ગયા છે. એક તરફ જ્યાં શાહરૂખ ખાનની ’ઝીરો’એ પહેલાં દિવસે ૨૦.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી ત્યાં રણવીર સિંઘની ’સિંબા’એ ૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આપને જણાવી દઇએ કે ’ઝીરો’ને ઓડિયન્સ તરફથી સારા રિવ્યુ નથી મળ્યા જ્યારે રણવીરને ઓડિયન્સ અને ક્રિટિક્સ બંને તરફથી ખુબજ સારા રિવ્યુ મળ્યા છે.

Previous articleમનમોહન સિંઘ કહેશે તો રિલીઝ પહેલા તેમને ફિલ્મ બતાવીશુંઃ અનુપમ  ખેર
Next articleએંજેલિના જોલી રાજકારણમાં જોડાશે..?!!