મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારત ઐતહાસિક જીતથી ખાલી ૨ વિકેટ દુર છે. આવતીકાલે જોકે વરસાદ પણ વિઘ્ન ઉભુ કરે તેવી સંભાવના છે ત્યારે ભારતે જીતની વચ્ચે દિવાલ બનીને ઉભેલા પેટ કમિન્સ અને નાથન લિયોનની વિકેટો જલ્દી ઝડપવી પડશે.
ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાના પૂછડીયા બેટ્સમેનોને ઝડપથી આઉટ કરી શક્યા નહોતા.નહીતર આજે જ ભારત આ ટેસ્ટ જીતી ગયુ હોત.રમતના અંતે પેટ કમિન્સ ૧૦૩ બોલમાં ૬૩ અને લિઓન ૩૮ બોલમાં ૬ રન સાથે અણનમ રહ્યા હતા. આમ બે વિકેટ ઝડપવા ભારતને કાલે મેચના આખરી દિવસે મેદાન પર ઉતરવુ પડશે.
આ પહેલા ભારતીય ટીમે ૮ વિકેટે ૧૦૬ રન બનાવી બીજી ઈનિંગમાં દાવ ડિકલેર કરીને ઓસ્ટ્રેલિયાને ૩૯૯ રનનો લક્ષ્ય આપ્યો હતો.બીજી ઓવરમાં જ ફિન્ચ ૩ રન બનાવીને બુમહારની બોલિંગમાં બીજી સ્લીપમાં કેચ આઉટ થયો હતો.એ પછી જાડેજાએ હેરિસને અગ્રવાલના હાથે શોર્ટ લેગ પર કેચ આઉટ કરાવીને ઓસ્ટ્રેલિયાને બીજી વિકેટ ઝડપી હતી. લંચ બાદ ઉસ્માન ખ્વાજા અને શોન માર્શે આક્રમક બેટિંગ કરી હતી.બંનેએ ત્રીજી વિકેટ માટે ૩૦ રન જોડયા હતા.જોકે શામીએ ખ્વાજાને એલબીડબલ્યુ આઉટ કરીને ૩૩ રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન ભોગ કર્યો હતો.શોન માર્શ બુમહારના બોલે એલબીડબલ્યુ આઉટ થયો હતો.માર્શે ૪૪ રન બનાવ્યા હતા.
મિશેલ માર્શ સિક્સ મારવાના પ્રયાસમાં એકસ્ટ્રા કવર પર જાડેજાની બોલિંગમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.જ્યારે ટીમ પેને ૨૬ રન બનાવીને વિકેટ ગુમવાી હતી.
જોકે એ પછી મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે ભારતીય બોલરોને થકવ્યા હતા.૩૯ રનની ભાગીદારી બાદ શામીએ સ્ટાર્કને બોલ્ડ કર્યો હતો પણ કમિન્સ અને લિઓને ભારતને જીતથી દુર રાખ્યુ હતુ.