થર્ડ એમ્પાયરના રૂમમાં ઘૂસીને પાક કોચે હંગામો કરતા દંડ ફટકારાયો

786

પાકિસ્તાની કોચ મિકી આર્થર દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ટીવી એમ્પાયર જોએલ વિલ્સન દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ ફેંસલા પર અસહમતિ દર્શાવવા માટે તેમના રૂમમાં ઘૂસી ગયો હતો અને ત્યાં ઉગ્ર દલીલ કરી હતી. જેના કારણે તેમને ચેતવણી આપવામાં આવી અને એક ડિમેરિટ અંકનો દંડ ફટકારવામાં આવ્યો. આઈસીસીએ મેચ બાદ નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી.

નિવેદન પ્રમાણે આ ઘટના દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ દરમિયાન નવમી ઓવરમાં બની હતી. ટીવી એમ્પાયર જોએલ વિલ્સને ડીન એલ્ગરના પક્ષમાં ફેંસલો આપ્યો બાદ પાકિસ્તાનના કોચ આર્થર ટીવી એમ્પાયરના રૂમમાં ઘૂસી ગયો હતો અને તેમણે વિલ્સનના ફેંસલા પર અસહમતિ દર્શાવી હતી. તે વિલ્સનને સવાલ પૂછવા લાગ્યા અને ઝડપથી તેમના રૂમમાંથી બહાર નીકળી ગયા.

મેચ બાદ પાકિસ્તાની કોચે ગુનાનો સ્વીકાર કરી લીધો અને મેચ રેફરી ડેવિડ બૂન દ્વારા લગાવવામાં આવેલા દંડનો સ્વીકાર કરી લીધો. જેના કારણે આ મામલે વધારે સુનાવણી કરવાની જરૂર ન પડી.

Previous articleઓસ્ટ્રેલિયા સામે ભારત જીતથી માત્ર બે વિકેટ દૂર, તૂટશે ૩૯ વર્ષ જૂનો રેકોર્ડ
Next articleમુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં શ્રી ગોઝારિયા કેળવણી મંડળનો અષ્ટ દશાબ્દી મહોત્સવ યોજાયો