અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનાં કૉચ જહાજ દ્વારા મુન્દ્રા પૉર્ટ પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગે મેટ્રો ટ્રેનનાં કૉચ લાવવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનનાં આ ૪ ડબ્બા મુન્દ્રા પૉર્ટથી અમદાવાદ લાવવામાં આવશે. આવતીકાલે સાંજ સુધી આ કૉચ અમદાવાદ લાવવામાં આવશે. ૧૫ જાન્યુઆરીથી તેનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ રન કુલ ૬ કિલોમીટરનો હશે.
૨.૫ મહિના સુધી મેટ્રો ટ્રેનનાં ૩ કૉચનું પરિક્ષણ કરવામાં આવશે. આ વિશે વાત કરતા મેગાનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પી.ગૌતમે જણાવ્યું કે, “૧૦ થી ૧૨ દિવસમાં પાટા પર રેલ હશે. ૨.૫ મહિના સુધી મેટ્રો ટ્રેનનાં ૩ કૉચનું પરિક્ષણ થશે. સાડા ત્રણ વર્ષમાં ઇસ્ટ ઝોનનું કામ પૂર્ણ થયું છે. ૩ કૉચની આ ટ્રેનમાં ૯૦૦ લોકો મુસાફરી કરી શકશે. એક કૉચની કિંમત ૧૦.૫૦ કરોડ રૂપિયા છે.” આ સાથે તેમણે કહ્યું કે, “મેટ્રો માટે અમદાવાદનં લોકોનો સાથ અને સહકાર મળ્યો. વર્તમાન પ્રોજેક્ટમાં ૩૦થી ૪૦ વર્ષ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે.”
મેટ્રો ટ્રેનનાં એક કૉચનો ખર્ચ ૧૦.૫૦ કરોડ છે. ૪૦ કિમીની અંદર આવા ૯૬ કૉચ જોઇએ. મેટ્રોનાં એક કૉચની અંદર ૪૦ લોકોની સીટિંગ કેપિસિટી સાથે ૩૦૦ લોકો સવાર થઈ શકશે.