દીવનાં દરિયામાં રાજકોટનાં ૨ વિદ્યાર્થીઓ ડૂબી જતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઇને વાલીઓએ જવાહર શિશુ શાળામાં હોબાળો મચાવ્યો હતો.
આ ઘટનામાં પોલીસે દરમિયાન ગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. દીવનાં નાગવા બિચ પર ગયેલા ૨ વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબ્યા હતા. અહીં જવાહર શીશુ વિહાર સ્કૂલનાં ૧૦૭ વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા. શાળાનાં સંચાલકોએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે બંને બાળકો ડૂબ્યાનાં ૨૨ કલાક બાદ પણ તેમની કોઈ જ ભાળ મળી નથી. બાળકોનાં પરિવાર આ કારણે ચિંતામાં છે. સોમનાથથી દિવ પ્રવાસે પહોંચેલા વિદ્યાર્થીઓ પૈકી ધોરણ ૧૦માં અભ્યાસ કરતા કોરડીયા અજય નથુભાઈ અને રાઠોડ પ્રીત કિશોરભાઈ નામના વિદ્યાર્થીઓ નાગવા બીચનાં દરિયામાં ડૂબી ગયા હતા.
શાળાનાં પ્રિન્સીપાલ, ૪ શિક્ષકો અને પટ્ટાવાળાની હાજરીમાં દરિયાકાંઠે ન્હાવા જતા એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીનો હાથ ખેંચીને તેને દરિયામાં ન્હાવા લઇ ગયો હતો. આ દરમિયાન દરિયાનું મોજું બંને વિદ્યાર્થીઓને અંદર ખેંચી ગયાં હતુ.
નાગવા બીચનાં ૪ કિલો મીટરનાં એરિયામાં દીવ ફાયર ફાઇટરનાં જવાનો અને પ્રશાસન બંને બાળકોની શોધખોળ કરી રહ્યા છે. શિક્ષકોએ બંને બાળકોને બહાર નીકળવા કહ્યું હતુ, આ દરમિયાન દરિયાનું મોજું તેમને અંદર ખેંચી ગયું હતુ.