જિલ્લા શિક્ષણ સમિત ભાવનગર સંચાલીત ભુંભલી-રામપરા પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરીક શક્તિઓ અને કૌશલ્યનો વિકાસ કરવા સહ અભ્યાસક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ. જેમાં ધો.૬ થી ૮ના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ પર્ણો એકત્ર કરીને પર્ણ પોથીનું સર્જન કરવામાં આવ્યું હતું.