મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજય સરકારના માહિતી વિભાગ ખાતા દ્વારા તૈયાર કરાયેલા રાજ્ય સરકારના એક વર્ષના સુશાસનની સિદ્ધિઓની ગાથા દર્શાવતા પુસ્તકનું વિમોચન કર્યું હતુ.
આ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્યમંત્રીના સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના સચિવ અને માહિતી સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ ખાણ સચિવ સંદિપકુમાર, માહિતી નિયામક અશોક કાલરિયા, અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ અને સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી તથા સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજર ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુસ્તકમાં રાજય સરકાર દ્વારા લેવાયેલ મહત્વના નિર્ણયો આવરી લેવાયા છે.