હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે જે સામૂહિક પ્રયાસોની અસર છે : અમિત શાહ

558

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૬૪મું રાષ્ટ્રીય અધિવેશન ૨૭મીથી અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે યોજાઇ રહ્યું છે. ત્યારે આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી હતી. નોંધનીય છે કે અધિવેશનમાં યુનિ.ઓમાંથી સેમેસ્ટર સીસ્ટમ દૂર કરવા મુદ્દે તેમજ છેલ્લા દસ મહિનાથી યુનિ.ઓમાં બંધ પડેલી શૈક્ષણિક ભરતી કાર્યવાહી અને સ્કોલરશિપ સહિતના મુદ્દે ચર્ચા કરવાનો મુખ્ય ધ્યેય છે. ઉપરાંત ઠરાવો પસાર કરી કેન્દ્ર સરકાર અને યુજીસી સમક્ષ પ્રસ્તાવો માટે પણ વિચારણા થઇ છે.

આજનાં અધિવેશનમાં અમિત શાહે જૂની યાદો તાજા કરતાં કહ્યું હતું કે, “અધિવેશનમાં બેઠેલા તમામ લોકોને જોઇને જાણે એકદમ જેટ સ્પીડથી ૨૫ વર્ષ પાછા આવી જવાનો અનુભવ થાય તેવો અનુભવ થઇ રહ્યો છે.” આ ઉપરાંત તેમણે કહ્યું કે, ’મારો વિચાર છે કે વિશ્વમાં કોઇપણ વિદ્યાર્થી સંગઠન કરતાં અનેક ઘણો ફાળો છે. દરેક ક્ષેત્રમાં એબીવીપીનો મોટો ફાળો છે.’

આ ઉપરાંત કોંગ્રેસનું નામ લીધા વગર જ પ્રહારો કરતાં કહ્યું કે, ’ છેલ્લા થોડા સમયથી ૬૦ કરોડ લોકોની લોકતંત્રમાં શ્રધ્ધા દ્રઠ છે. ૮ કરોડ લોકોનાં ઘરમાં શૌચાલય, ૬ કોરડ લોકોના ઘરમાં ગેસ, સાત કરોડ લોકોનાં ઘરમાં પહેલીવાર વીજળી આવી , અઢી કરોડ લોકોને ઘર મળ્યું છે. આ લોકોનાં જીવનની અંદર ૫૦થી ૬૦ વર્ષ સુધી આઝાદી અને લોકતંત્ર માત્ર પુસ્તકોનાં શબ્દો જ બનીને રહ્યાં છે. હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તે પરિવર્તન એ સામૂહિક પ્રયાસોની અસર છે.

તેમણે આગળ જણવતા કહ્યું કે, ’આઝાદી બાદ પહેલી વખત ગૌરવની લાગણી ઉભી થઇ છે. પુરી દુનિયા ભારતને અલગ રીતે જોવાનું ચાલુ કર્યું છે. હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છું એટલે એમ નથી કહેતો કે આવું થયું છે. પરંતુ સામાન્ય માણસનાં જીવનમાં પરિવર્તન ચાલુ થયું છે. આપણી વિચારધારાનો વ્યાપ દેશના ખૂણે ખૂણે પોંહચવા લાગ્યો છે. તેના પરિણામો પણ હવે જોવા મળી રહ્યા છે.’

અમિત શાહે કહ્યું, “વિદ્યાર્થી પરિષદે દેશનાં લોકતંત્રમાં પણ મોટું યોગદાન આપ્યું છે. કોઇ સરકારને ભ્રષ્ટાચારનાં મુદ્દા પર રાજીનામું આપવા માટે મજબૂર કરી શકે તે આ પરિષદ સિવાય કોઇ છાત્ર પરિષદમાં નથી. કટોકટીનાં સમયે પણ નાના કાર્યકર્તાઓએ પણ ઘણી જ તીવ્રતાથી જંગ લડ્યો હતો જે માત્ર અને માત્ર લોકતંત્ર માટે જ હતું.

Previous articleસરકારના એક વર્ષના સુશાસનની સિદ્ધિઓની ગાથા દર્શાવતા પુસ્તકનું સીએમ દ્વારા વિમોચન
Next articleકોંગ્રેસના નારાજ નેતાઓને મનાવવા મોઢવાડિયા ૫મીએ રાહુલ ગાંધીને મળશે