કરતારપુર કોરીડોર : વિઝા વગર યાત્રા માટે શરતો હશે

958

કરતારપુર કોરીડોર પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી હતી પરંતુ હવે પાકિસ્તાને તેમાં પણ કેટલીક શરતો લાગુ કરી દીધી છે. પાકિસ્તાને કોરીડોરને લઈને જાહેરાત કર હતી કે તે ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વિઝા વગર આવવાની મંજુર આપશે. હવે પાકિસ્તાને કરતારપુર કોરીડોર મારફતે આવનાર ભારતીય શીખોને વિઝા ફ્રી યાત્રા માટે ભારતની સામે કેટલીક શરતો રજુ કરી દીધી છે. ઈસ્લામાબાદે ૫૯ પેજના દસ્તાવેજમાં ભારત સરકાર સમક્ષ ૧૪ પ્રમુખ સૂચન કર્યા છે. પાકિસ્તાની અધિકારઓને ટાંકીને આ મુજબન માહિતી આપવામાં આવી છે.

ભારતીય શ્રદ્ધાળુઓને વિઝા પ્રવેશ આપવા માટે આ સૂચન કરવામાં આવ્યા છે. આના માટે સરહદની બંને બાજુ સુરક્ષા ચેક પોસ્ટ અને સુવિધા કેન્દ્ર સ્થાપિત કરવાની વાત કરવામાં આવી છે. પાકિસ્તાને કહ્યું છે કે શ્રદ્ધાળુઓને ઓછામાં ઓછા ૧૫ લોકોને ગ્રુપમાં આવવાન મંજુરી આપવામાં આવશે. પડોશી દેશ આના માટે ખાસ પરમીટ જારી કરશે. બંને દેશો રેકોર્ડ રાખશે. જેમાં લોકોના નામ, યાત્રાના રેકોર્ડ અને બીજી માહિતી હશે. પાકિસ્તાન દરરોજ ૫૦૦ લોકો માટે પરમિટ જારી કરશે. સ્થાનિક વહીવટીતંત્રની પાસે પ્રવેશ આપવાના અધિકાર રહેશે. ૨૮મી નવેમ્બરના દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની તરફે કોરીડોરની આધારશીલા મુકી હતી જે કરતારપુરમાં ગુરૂદ્વારા દરબાર સાહિબને ભારતના પંજાબમાં ગુરૂદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડશે. આનાથી બે દિવસ પહેલા ઉપરરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પંજાબના મખ્યમંત્રી અમરિીન્દરસિંહે સરહદાની આ પાર કોરીડોરની આધારશિલા મુકી હતી.

Previous articleસરકાર વડોદરા મનપાની હદમાં આવશ્યક વધારો કરશે
Next articleસમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર : લેહ -૧૭.૫, કારગિલ -૧૬.૭