દામનગરના દહીથરા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો

882

દામનગરના દહીંથરા ખાતે લાઠી પશુ દવાખાના દ્વારા સેવાસેતુ અંતર્ગત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પાંચોથી વધુ પશુઓને વિવિધ સારવાર અને રસી કરણ કરાયું હતું. પશુ ચિકિત્સક ડો મકવાણા ડો કણજારીયા ડો જાકીસણીયા ડો વિજય પરમાર ડો હિરેન વાધેલા ડો સાગર પરમાર સહિતના તબીબો દ્વારા અબોલ જીવોને રોગ મુક્ત કરતી રસી આપી દહીંથરા અલખઘણી ગૌશાળા ભગવાન મહાવીર સ્વામી જેન પાંજરાપોળ સહિત દામનગરની સરદાર નંદીશાળા સહિતની પશુપાલન કરતી સંસ્થાઓમાં પાંચોથી વધુ મુક જીવોની તપાસ સારવાર અને રસી કરણ કરાયું હતું.

Previous articleઢસા પંથકમાં ગરીબ પરિવારોને ઠંડીમાં ધાબળાનું વિતરણ કરાયું
Next articleરાજુલા – જાફરાબાદ રોડના તુટી ગયેલ પુલ તાત્કાલિક રીપેર કરાવવા માંગણી