રાજુલા – જાફરાબાદ રોડના તુટી ગયેલ પુલ તાત્કાલિક રીપેર કરાવવા માંગણી

598

રાજુલા ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરતું ઔદ્યોગિક વીસ્તાર આવેલ છે અને રાજુલા-જાફરાબાદની આજુબાજુમાં મહાકાય કંપનીઓ આવેલી હોય જેના કારણે રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ખુબ જ વિકાસ પામેલ છે. પરંતુ છેલ્લા એક-બે વર્ષથી રાજુલા-જાફરાબાદને જોડતા રોડ જેવા કે, ઉના, મહુવા, સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા વિગેરે એપ્રોચ રોડ તદ્દન તુટી ગયેલ હાલતમાં છે અને આ અંગે રજુઆતો કરવામાં આવે છે તે તો એવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે હાલમાં વોર એ રોડની કામગીરી ચાલુ હોય જે તૈયાર થઈ જશે પરંતુ આ કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ છે જેમાં જે એપ્રોચ રોડ તુટેલી હાલતમાં છે તે વધુ તુટવા પામેલ છે. પરંતુ ફોરવે રોડના નામ નિશાન નથી અને બે-ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે તેની પણ ખાત્રી નથી. જેથી આ રોડ ઉપરથી પસાર થતા વાહનોને પારાવર મુશ્કેલીઓ ઉભીથયેલ છે. અને આ તુટેલા રોડના કારણે વારંવાર અકસ્માતો બનવા પામેલ છે જેના કારણે અનેક રાહદારીઓના તથા વાહન ચાલકોના મૃત્યુ તથા ઘાયલ થયેલ છે. જેથી આ રોડનું સમારકામ કરવું ખુબ જ આવશ્યક બનેલ છે. જે તાત્કાલિક ધોરણે સમારકામ કરવા અથવા તો નવા બનાવવા માંગ કરાઈ છે.

રાજુલા-ઉના રોડ ઉપર હિંડોરણા ગામ પાસે આવેલ ધાતરવડી નદી ઉપર આવેલ પુલમાં તાજેતરમાં મોટું ગાબડું પડેલ છે. જેના કારણે આ પુલત ુટી પડશે તેવો ભય હોય જેના કારણે આ પુલ બંધ કરવામાં આવેલ છે. અને આ પુલની બાજુમાંથી નદીમાંથી ડાયવર્ઝન કરવામાં આવેલ છે. પરંતુ આ નદીમાં રેતી આવેલ હોય તથા પાણી ચાલુ હોય જેના કારણે તમામ વાહનો ફસાય જાય છે. અને વાહનોનું ટ્રાફિક જામ થઈ જાય છે જેથી આ ડાયરવર્ઝનમાં રોડ બનાવી અને વાહનો પસાર થાય તેવો કામગીરી કરાવવા પણ માંગ કરાઈ છે.  ઉપરોકત વિગતે મંગણી મુજબ તાત્કાલિક રોડ મરામત તથા ધાતરવડી નદીમાં ડાયવર્ઝનમાં રોડ બનાવવા તથા રિલાયન્સ નેવલ એન્ડ એજીનિયરિંગ લી. પાીપવાવપોર્ટ પોતાની મનમાની કરીને અન્ય ભારે વાહનો ચાલવા દેતી ન હોય જેથી નાના મોટા તમામ વાહનોને પસાર થવા દે તેવો આદેશ કરવા તથા તેવો સામે યોગ્ય કાર્યવાહી કરવ ાઅને આ તમામ કામગીરીઓ દિન-૩ (ત્રણ)માં ચાલુ કરાવવા અમારી માંગણી છે જો આ કામગીરી દિન-૩માં ચાલુ કરવામાં નહીં આવે તો તમામ ટ્રાન્સપોટરો, કન્ટેનર ચાલકો, ડ્રાઈવરો, એસોસીએશનના મેમ્બરો ઈત્યાદી તેઓના વાહનો સાથે આપની ઓફિસ  ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેનાથી ઉપજતા તમામ પરિણામોની જવાબદારી તંત્રની રહેશે તેવી પીપાવાવ કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા કલેકટર સમક્ષ રજુઆત કરી હતી.

Previous articleદામનગરના દહીથરા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો
Next articleદુધના કેનમાં દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લેતી પોલીસ