દામનગરમાં વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝુલુસનું આયોજન

688

દામનગર દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ મુફ્ફદલ સેફુદીન સાહેબ (ત ઉ સ )ની ૭૫  સાલગિરહ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પર પ્રોસેસન નીકળ્યું દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રોસેસન ઝુલુસ દ્વારા ધર્મગુરુની સાલેગીરાહ પ્રસંગે મિલાદ મુબારક સાથે સુંદર સંદેશ આપતા બેનરો લઈ રાષ્ટ્રીય ભાવના સામાજિક સંવાદિતા  સ્વચ્છતાની હિમાયત કરતા કટ આઉટ સાથે નીકળેલ ઝુલુસે ભારે આકર્ષણ જણાવ્યું હતું.  મિલાદ મુબારક પ્રસંગે બેન્ડવાજા સાથે પ્રોસેસન શિસ્તબદ્ધ રીતે દાઉદી વ્હોરા સમાજ ની મસ્જિદ ખાતેથી પ્રસ્થાન થઈ મુખ્ય બજારોમાંથી સરદાર ચોક થઈ દાઉદી વ્હોરા સમાજના જુમાત ખાતે પહોંચ્યું હતું. સેયદ ના મુફ્ફદલ સેફુદીન સાહેબની મિલાદ મુબારક પ્રસંગે મજલિશ બાદ એકયતા ભાતૃપ્રેમના સંદેશ સાથે ધર્મગૃરૂ સેયદના મફફદલ સેફુદીન સાહેબ દ્વારા વાયેઝ ફરમાવાશે જેનું દેશભરમાં વીડિયો પ્રોજકટર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

Previous articleવિજ્ઞાનગરી દ્વારા યોજાયો કિચન ગાર્ડન સેમીનાર
Next articleદામનગરની કે.કે.નારોલા પ્રા.શાળાના કરશનભાઈનું સર્વજ્ઞાતિ દ્વારા સન્માન