કાળીયાબીડ પ્રશ્ને કારોબારીમાં તડાપીટ

781

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલન અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં એજન્ડા પરના ર૪ ઠરાવો રજુ થયા હતા.બેઠકમાં કમિશ્નર ગાંધી, નાયબ કમિશ્નર ગોવાણી, ડે. કમિશ્નર રાણા વિગેરે હાજર રહેલ.

મળેલ આ બેઠકમાં વહિવટી તંત્ર સામે ચર્ચા થવા પામેલ, જેમાં ખાસ કરીને અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ પંડયા, કુમાર શાહ, કલ્પેશ વોરાએ કેટલાંક પ્રશ્નોમાં તંત્ર સામે રજુઆત કરી હતી. જેમાં કાળીયાબીડ લે આઉટ પ્લાન, ઘણા બધા કોમ્પલેક્ષો બને છે, શું તંત્રનું ધ્યાન નથી, શું આટલાં બધા કોમ્પલેક્ષો થયાં આપણું ધ્યાન નથી, મન પડે તેનાં તોડવા આવે છે, શું અમુક વ્યકિતઓને જ ટાર્ગેટ બનાવીને કામ થાય છે. કોર્પોરેશનની અને ચૂંટાયેલા પાંખની આબરૂ ખરડાય છે, અભયસિંહ ચૌહાણે કેટલાંક સવાલો ઉઠાવી વેંદના વ્યકત કરી હતી. તેમણે કમ્પલીશનનો મુદ્દો ઉઠાવ્યો, બીલો નથી મળતાની વાત કરી, ટાવરો ઉભા થયા પછી પાડવા જોઈએ, વોટર અને ડ્રેનેજોની લાઈનો પ્લાનિંગો પ્રમાણે નખાય છે કે, કેમ, કારપેટ એરીયામાં પણ કાંઈ થયું નથી, એ વાત પણ કેવી પડે, રેસ્ટોરન્ટો અંગે ડેટા એન્ટ્રી, એનોસી લીધા વનગર પ્લાન પાસ મોટી ભુલ છે. આ ઉપરાંત રાજુભાઈ પંડયાએ રઝકા બાબતની રજુઆત કરી, ઢાંકણા વગરનાં ડસ્ટબીનનો મુદ્દો રજુ કર્યો, રોડ પર ફાઉન્ડેશનનું કામ નબળુ થાય છે, તેવી ફરીયાદ કરી, ઈસ્કોન પાસે પાણીની લાઈન મુદ્દે નિર્દેશ કર્યો, કુમાર શાહે ફિલ્ટર પરના કર્મચારીનો પ્રશ્ન ઉઠાવ્યા તંત્રે કિધુ નોટીસ અપાય ગઈ છે. તેમણે મેરેજ સર્ટીનો પણ પ્રશ્નો ઉઠાવ્યો.

પંડયાએ ઢોર પકડવાનો ફરીથી પ્રશ્ન ઉઠાવ્યો, ગાયો ન પકડો તો કાંઈ નહી પણ ખુંટીયાને પકડવાબંદોબસ્ત કરો તંત્રે જવાબ દિધો કામ ચાલુ છે, ગામડામાંથી પણ ખુંટીયા ભાવનગરમાં મુકી જાય છે તેવી વાત થઈ. કુમારે ચેરમેનને એવી ટકોર કરી કે, આવા જવાબો નો હોય ચેરમેન સાહેબ તમે સમજયા નથી આવી વાત પણ કેવાય, અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ આવાસનું થયુંં છે.

સોલીડ વેસ્ટ અધિ. પંડયાએ રજકો વેંચનાર પાસેથી ૭૪ હજાર જેવો દંડ લેવાયાની વિગત જણાવી, વોટર વર્કસ અધિકારીએ પાણી દેવા બોર્ડમાં થયેલ ઠરાવની વાત કિધી.

મળેલ બેઠકમાં એજન્ડા પરના ઠરાવો અંગે લાંબી-લાંબી ચર્ચાને અંતે ઠરાવો સર્વાનુમતે પાસ કરી દેવાયા હતા. બોર્ડ બેઠક ઠીક સમય સુધી ચાલેલ, સાંજનાં સમયે બેઠક રખાતા ઠંડીની અસર પણ થવા પામેલ પરિણામે બોર્ડમાં લાંબી ચર્ચા છતા ચર્ચા ચીલા ચાલુ જેવી બની રહી હતી.

Previous articleરાજય કક્ષાનો ખેલકુદ મહોત્સવ
Next articleમંત્રી સૌરભ પટેલની હાજરીમાં શુક્રવારે ભાવનગર જિલ્લાનો ગરિબ કલ્યાણ મેળો