ભાવનગર જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો તા. ૦૪ જાન્યુ. ૨૦૧૯ ના રોજ સવારે ૧૦/૦૦ કલાકે ભાવનગરના માર્કેટીંગ યાર્ડ,ચિત્રા ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ,ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે તેમ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ એ કલેકટર કચેરીના આયોજન સભાખંડ ખાતે આજે યોજાયેલી બેઠકમાં જણાવ્યુ હતુ.
આ ગરીબ કલ્યાણ મેળામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, કસ્તુરબા પોષણ સહાય, માં, માનવ કલ્યાણ, મીશન મંગલમ, માનવ ગરીમા, આર. એસ. બી. વાય સહિતની યોજના અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. ઓ. માઢક, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ. કે. તાવિયાડ, જિલ્લા આયોજન અધિકારી જે. બી. વાઘમશી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ. આર. કોસાંબી, પ્રાંત અધિકારી જી. વી. મીંયાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાઠવા,સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર, ગ્રામ્ય મામલતદાર કે. એમ. સંપટ સહિત સંબંધિત કચેરીઓના અધિકારી/પ્રતિનિધિ હાજર રહ્યા હતા.