બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામે તા-૨૬.૧૨.૨૦૧૮.ના બપોરના સાડા અગીયારેક વાગ્યે રાજપરા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા રાજપરા ગામના ભરતભાઇ પીતાંબરભાઇ ચૌહાણ નો સગીર ઉમરનો દીકરો નામે જયેશ(ઉર્ફે.જલો) ઉમર ૫ વર્ષ ને અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ થયા અંગેની તેના પિતાજીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવેલ જે આધારે ગુનાની ગંભીરતા ધ્યાને લેતા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ સી.પી.આઇ એચ.આર.ગોસ્વામી એ ભોગબનનાર બાળકને શોધી કાઢવા માટે રાણપુર પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. એ.પી.સલૈયા તથા પાળીયાદ પો.સ.ઇ. એન.સી.સગર, એલસીબી,એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ બોટાદ,સર્કલ પોલીસ ઇન્સપેક્ટર કચેરી બોટાદના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમા આજુબાજુના તમામ કુવાઓ ચેક કરવામાં આવેલ અને આ બનાવવાળી જગ્યાએથી પસાર થતા રોડ ઉપરના તમામ સ્થળોએ સી.સી.ટી.વી. ફુટેજ મેળવવામાં આવેલ અને આજુબાજુના તમામ ખેતરો પણ ચેક કરાવી બાળકને શોધવાના તમામ પ્રકારે અલગ અલગ દિશામાં તપાસનો દોર તાબડતોબ ચાલુ કરવામાં આવેલ આ બાળકનું જે જગ્યાએથી અપહરણ થયેલ તે જગ્યાએથી સાયન્ટીફીક પુરાવા મેળવવા માટે સ્થળ ઉપર એફ.એસ.એલ. તેમજ ડોગ સ્કોડની મદદ મેળવી સ્થળ પરિક્ષણ કરાવવામાં આવેલ તમામ પ્રકારના સાયન્ટીફીક પુરાવા એકત્રીત કરવામાં આવેલ બાળકનુ જે જગ્યાએ થી અપહરણ થયેલ તેની બાજુમાંથી પસાર થતી બોટાદ નર્મદા કેનાલ માં પાણીનો પુરવઠો બંધ કરાવી નર્મદા કેનાલના અધિકારીઓની હાજરીમાં બોટાદ ફાયર બ્રિગેડ તેમજ રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા કેનાલમાં ચેક કરી સઘન તપાસ કરતા રાણપુર બોટાદ મીલેટ્રી રોડ ઉપર આવેલ બોટાદ શાખાની નર્મદાની પેટા કેનાલ ના સાઇફનના પાણી માંથી આ બાળક મૃત હાલતમાં મળી આવતા બોટાદ ફાયરબ્રિગેડ ની ટીમે દ્વારા બાળક ને બહાર કાઢવામાં આવ્યો હતો બાળક ના પરિવાર ઉપર આભફાટી પડ્યુ હતુ અને રાજપરા ગામમાં શોક નુ મોજુ ફળીવળ્યુ હતુ આ જાણ રાણપુર ગામમાં થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા જ્યારે બાળકના મૃતદેહ ને પી.એમ.માટે રાણપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો આ બાળકના મૃત્યુ અંગેની આગળની તપાસ ઇન્ચાર્જ સી.પી.આઇ એચ.આર.ગોસ્વામી કરી રહ્યા છે